________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
અર્થ –કુવાના તળીયામાં રહેલી જે શેરે હોય છે તે કુવાના પાણીમાં વૃદ્ધિ કરે છે. તેમ ગુરૂને ઉપદેશ પણ આત્માની ભાવ શ્રેણિમાં પ્રવૃત્તિને વધારે કરાવે છે તેમ જાણવું એટલે ભાવની વૃદ્ધિમાં અને ભાવને વ્યક્ત-પ્રગટ કરવામાં જ્યાં ગ્ય હોય ત્યાં કારણે થાય છે. ૩૪૯
- વિવેચન–જેમ તેવા પ્રકારના કુવામાં પાણીના તેવા પ્રકારના ઝરણું એટલે શિરાઓ હોય છે. તેથી કુવાએમાં સહજભાવે પાણીને વધારે થયા કરે છે, તેવી રીતે ભવ્ય જીવાત્માઓને તીર્થકર, ગણધર, પૂર્વધર, કૃતધર, પૂજય આચાર્ય વડે દેવાતે ઉપદેશ સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધતા થવામાં તથા વૃદ્ધિ થવામાં સહજભાવે નિમિત્તરૂપ થાય છે. એટલે આત્માના ક્ષપશમભાવ, ઉપશમભાવ અને ક્ષાયિક ભાવની શુદ્ધતામાં વા ગુણશ્રેણિની પરિણામની ધારામાં વધારે કરવામાં નિમિત્ત રૂપે પુષ્ટાવલભન ભાવે કારણ બને છે. તેમજ તેવા પ્રકારના સારા ભાવ રૂપ પરિણામને વ્યકત ભાવે પ્રગટ થવામાં હેતુ થાય છે. તેમ અવશ્ય જાણવું. એટલે પૂજ્ય જગતગુરૂ તીર્થકર દેવ વિગેરેને ઉપદેશ, ભવ્યાત્માના જેવા વિચિત્ર સ્વભાવ છે, તેવા વિચિત્ર પ્રકારના જુદા જુદા અનેક પ્રકારના ભાવને પ્રગટ થવામાં ઉપયોગી થાય છે. કુવામાં કરાતું દાણ અનેક શીરાઓ પ્રગટ થવામાં જેમ કારણ થાય છે, તેમ પૂજ્યને ઉપદેશ પણ ભવ્યાત્માઓને અનેક ગુણે પ્રગટ થવામાં કારણે થાય છે. તેમ જાણવું. ૩૪૯
આ પણ કેવી રીતે સંભવે તે જણાવતાં કહે છે–
For Private And Personal Use Only