________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૩
વા મધ્યમ ભાવ રૂ૫ અર્ધ પંડિતત્વ–અર્ધ અજ્ઞાનતા વા સારા પ્રકારના પાંડિત્યબુદ્ધિના વિકાશમય ભાવ રૂપ સ્વભાવની પ્રાપ્તિ થાય છે. તે કારણે જીવાત્માઓ ધર્મ, અર્થ, કામ, મોક્ષ વિગેરે સદ અસદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. એટલે તે જીવાત્માઓને સારા પ્રકારના શુભ વા શુદ્ધ ભાવ ધર્મરૂપ આત્મ પરિણામનું સાધન થાય છે. તેથી ભવ્યામાના અર્થે મહાન બુદ્ધિવંત ગણધર, સ્થવર, પૂર્વ ધર, શ્રતધર, આચાર્ય ભગવંતે ઉપકારક ભાવે જુદા જુદા પ્રકારના શુદ્ધ ભાવને પ્રગટ થવામાં સંવાદક—સત્ય કારણ થાય તે સદુપદેશ આપવાની પ્રવૃત્તિ કરે છે. તે પણ ન્યાય, નીતિ, વ્યવહાર, નિશ્ચય, નય, પ્રમાણ, નિક્ષેપ વિગેરે વડે અત્યંત ગંભીર ભાવવાળો જે ઉપદેશ કરે છે, તે ભવ્યાત્માઓને શુદ્ધ અને સૂક્ષ્મ બુદ્ધિને વિકાશ થાય તે હેતુને લયમાં રાખીને કરે છે. તે ઉપદેશ સાંભળતાં વા તે શાને અભ્યાસ કરતાં ભવ્યાત્માને સુંદર વેરાગ્ય ઉપજાવે છે. અને સંસારના આસકિતભાવને તેડાવે છે, તે કારણે સર્વ સાધુ શ્રાવકેએ તે શાસ્ત્રનું શુદ્ધ શબ્દના ઉચ્ચારણ પૂર્વક અધ્યયન કરવું. તેમજ તેના અર્થની ગવેષણ સ્થિર ચિત્ત એકાગ્રભાવે કરવી. તેથી આત્માને સ્વ અને પર બોધ થશે. અને વસ્તુ તવની સાચી દઢ પ્રતીતિ થશે, આથી ભવ્યાત્માને માટે જે જે ઉપદેશ અપાય તે કદાપિ નિષ્ફળ જતું નથી, પણ સારા પ્રકારના શુભ ફલ આપવા સમર્થ હોવાથી સફળ જ છે. ૩૪૮ शिरोदकसमो भाव, आत्मन्येव व्यवस्थितः । प्रवृत्तिरस्य विज्ञेया, चामिव्यक्तिस्ततस्ततः ॥३४९॥
For Private And Personal Use Only