________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૯
અથ––અહિં જે ભવ્યાત્માને ઉપદેશ દેવાય છે તે એક નિમિત્ત કારણ માત્ર છે. જલ પ્રવાહમાં પવનની પ્રેરણા જેમ એક નિમિત્ત માત્ર છે તેમ કદાચિત્ હેતુ બને, કદાચિત્ ન પણ બને, એમ અનેકાંતિક ભાવે છે, એમ આત્મ ભાવમાં જાણવું એ પુરૂષને મત છે. ૩૪૬
વિવેચન–જે જીવાત્માને ગ્રંથો ભેદ કરવાથી પરમ વૈરાગ્ય રૂપ નિર્વેદ પ્રાપ્ત થયું હોય તેવા આત્માને ગુરૂઆદિને ઉપદેશ ધર્માનુષ્ઠાનમાં પ્રાયઃ પુષ્ટાવલંબન–નિમિત્ત રૂપે થાય છે, કેટલીક વખત ઉપદેશ વિના પણ પૂર્વના સંસ્કારથી સહજ ભાવે સદનુષ્ઠાનમાં નિત્ય પ્રવૃત્તિ કરનારા પણું ભવ્યાત્મા હોય છે, કેટલીક વખત ગુરૂ ઉપદેશ ભવ્યાત્માને ધર્મક્રિયા, તપ, જપ, પૂજા, ધ્યાનમાં પુષ્કાવલંબન કારણ પણ બને છે. જે કેયડુ સિવાયના મગને માટે પાચનક્રિયામાં પાચક તથા અગ્નિ હેતુ થાય છે. અનેક કૂપની શેરેમાં પવન તથા દવા રૂપ ક્રિયા તે જલને પ્રગટ કરવા તથા વૃદ્ધિ કરવામાં હેતુ કદાચિત થાય છે. કદાચિત થતું નથી. એટલે કેયડુ મગને પચાવવામાં અગ્નિ હેતુ નથી બનતે, તેવી રીતે આ પ્રસ્તુત કાર્યમાં ભવ્યાત્માને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવવામાં ગુરૂ આદિને ઉપદેશ કદાચિત કઈ જીવ પ્રત્યે સફળ પણ થાય છે, કદાચિત બહુલ ભવાભિનંદી સુભૂમ જેવા પ્રત્યે સંકળ નથી પણ બનતે, કઈ ભવ્યાત્માને ગુરૂને ઉપદેશ માત્ર પુષ્ટાવલંબન બને છે એટલે ગુણમાં વધારે કરનાર થાય છે. અને કોઈને નિષ્ફળ પણ જાય, તેમ અનેકાંતિક ભાવને પામે છે. એટલે કોઈક વખત સાધ્યને સિદ્ધ કરે છે. ૩૪
For Private And Personal Use Only