________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૮
અર્થ–તે કારણે જે સુંદર ભાવ થાય તે અન્ય પૂર્વના સારા ભાવના તાત્વિક કારણ દ્વારા થાય છે. જેમ કુવામાં રહેલી શિરા-ઝરણા કુવામાં પાણીને વધારે કરે છે, તેમ નિશ્ચયથી જાણવું. ૩૪૫
વિવેચન–એ પ્રમાણે સપુરૂષાર્થની પ્રેરણા વડે જે સારી ઉચિત સદનુષ્ઠાનની પ્રવૃત્તિ થાય છે, તેમાં તે ગ્રંથી ભેદને કારણુતા છે. તેમજ તે પ્રવૃત્તિ રૂપ નિર્વેદમય ભવ વૈરાગ્ય આદિ આગળ ઉપજનારા મહાવ્રત ગુણવ્રત, તપ, સંયમ ને ધ્યાનમાં કારણે થાય છે. તે અનુષ્ઠાને પરમ શુદ્ધ ભાવમાં ઉપાદાન ભાવે હેતુ થાય છે. અહિઆ દષ્ટાંત છે કે જેમાં અનેક પાણીની શેર–પ્રવાહ હોય, તે કુવાના પાણીમાં જેમ વધારો કરે છે, તેમ ભાવ પરંપરાએ અન્ય શુભ ભાવના-શુદ્ધ ભાવના હેતુ–ઉપાદાન કારણ બને છે. તે વાત નિશ્ચયથી અવશ્ય માનવી જોઈએ. જેમ શુભ ધર્મ યાનને ભાવ શુકલ ધ્યાન ઉપાદાન હેતુ થાય છે. તેવી જ રીતે કૃષ્ણ વેશ્યા, નીલલેશ્યા તથા કાપત લેણ્યા યુક્ત આર્ત ધ્યાન પણ રોદ્ર ધ્યાનને હેતુ પ્રાય: બને, એટલે ઉપર જણાવ્યું તે શ્રેિષ્ઠ ભાવ થી ભેદથી શુદ્ધ પરિણતિને હેતુ નિશ્ચયથી થાય છે. ૩૪૫
જે એમ ઉપદેશ વિનાજ શુભ ભાવ આદિની પ્રવૃત્તિ થતી હોય તે તેને ઉપદેશ આપ નકામે જ થાય છે, તે શંકાને જવાબ આપતાં જણાવે છે –
निमित्तमुपदेशस्तु, पचनादिसमो मतः। अनेकान्तिकभावेन, सतामत्रैव वस्तुनि ॥ ३४६ ॥
For Private And Personal Use Only