________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેવા પ્રવૃત્ત થયા, ત્યારે જગત પૂજ્ય જગત્ ગુરૂએ કહ્યું કે હે ભાગ્યવંત ! હજી વિષય ભેગને બળવાન ઉદય લાવે તેવા કિલષ્ટ કર્મનું જોર તારા ઉપર રહેલું છે. ત્યારે તેણે ઉત્તર આપે કે જ્યાં પુરૂષાર્થ બળવાન હોય ત્યાં તે કમ શું કરવાના છે ? દેએ પણ તેમ કહ્યું, તે પણ બધાને નકાર છતાં હેશ પૂર્વક દીક્ષા લઈ કઠણ તપ કરવા લાગ્યા, એમ બાર વર્ષ તે સંયમમાં અપ્રમાદી રહીને, ચારિત્ર શુદ્ધ ભાવે પાળ્યું. છઠ્ઠ, અઠ્ઠમમય તપશ્ચર્યા કરી લુખા ઠંડા આહારથી પારણું કરવા લાગ્યા. દેહમાં ઉન્માદ ઉપજતો તેને જ્ઞાન વૈરાગ્ય ભાવનાથી શમાવતા ઉપગ પૂર્વક વિહાર તથા ધ્યાન કરતા હતા. એક વખત જગત્ ગુરૂની આજ્ઞા લઈને રાજગૃહીમાં ઉંચા મધ્યમ વિગેરે કુલમાં ગોચરી અર્થે ભમતા, એક ઉંચું છું ઘર સારા કુળવાનનું જાણી તે ઘરમાં પેઠા. આંગણામાં જઈ ધર્મ લાભ રૂપ આશિર્વાદ આપે. પણ તે ઘરની માલીક વેશ્યા યુવાન મદ ભરેલી હતી, તેણે જણાવ્યું કે અહિં ધર્મ લાભનું પ્રજન નથી પણ અર્થ લાભ જોઈએ છીએ. ત્યાં તપસ્યાના લિથો ઉપજેલી સિદ્ધિ વડે એક તણખલું હાથમાં લઈ “ધનવૃષ્ટિ થાઓ” એમ કહેતાં તૃણના બે ખંડ કર્યા, તેટલામાં તે આ કાશમાંથી સાડા બાર કોડ સુવર્ણ દ્રવ્યની વૃષ્ટિ થઈ. મુનિ આંગણમાંથી પાછા વળી ઘર બહાર નીકળવા લાગ્યા. ત્યાં તે વેશ્યા ઉભી થઈને મુનિને રસ્તે રેકી આડી ઉભી રહી. મુનિને બહાર નીકળવા દીધા નહિ અને કહેવા લાગી કે આ તમારું દ્રવ્ય અહિંથી લઈ જાવ. મુનિએ કહ્યું “અમે તમારી
For Private And Personal Use Only