________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા પુરૂષાર્થ પિતાના સ્વભાવમાં રહીને એક બીજાના પ્રધાન ગૌણ ભાવે વા કાર્ય કારણુ ભાવે અપેક્ષા પૂર્વક ન્યાયથી વર્તે છે. ૩૩૬
વિવેચન-તત્વ એટલે વિચારવા યોગ્ય એ સાર છે કે કર્મ તથા પુરૂષાર્થને પરસ્પર બાધ્ય બાધક રૂપ લક્ષણવાળે સ્વભાવ છે પણ તે એક છે અને અન્ય નથી એમ ન માનવું, કારણ કે તે કર્મ અને પુરૂષાર્થ પોતપોતાના સ્વભાવમાં પ્રવૃત્તિ કરે છે. એટલે પોતાના સ્વભાવમાં સ્થિતિ કરે છે. પરના સ્વરૂપને નથી ધરતા, એટલે કર્મ પુરૂષાર્થ નથી થતું તેમ પુરૂષાર્થ કર્મ રૂપે નથી થતું, તેવા સ્વરૂપમાં નિરો હોવાથી, તેમજ કર્મ તથા પુરૂષાર્થ બાધક બાધ્ય ભાવમાં પરસ્પર હોવા છતાં બળવાન નબળાને પાછા પાડે તે ન્યાયે કર્મ અને પુરૂષાર્થને અપેક્ષાએ ગૌણ પ્રધાન ભાવ પણ થાય છે. એમ પણ કદાચિત બને છે. ૩૩૯
હવે મુખ્ય વાત કરતાં જણાવે છે કે – एवं च चरमावर्ते, परमार्थे न बाध्यते । दैवं पुरुषकारेण, प्रायशो व्यत्ययोऽन्यदा ॥ ३३७ ॥
અર્થ:-- એ પ્રમાણે કર્મ દલ છેલ્લા પુદગલપરાવર્તનમાં વર્તતા હોય છે, ત્યારે કમ બાધ્ય રૂપે અને પુરૂષકા૨–બાધક રૂપે પ્રાય: થાય છે, અને અન્ય કાલમાં પુરૂષકાર બાધ્ય ભાવે રહે છે, કર્મ બાધક ભાવે રહે છે. ૩૩૭
વિવેચન –આ પ્રમાણે દૈવ-કર્મ અને પુરૂષકાર–પુરૂષાર્થ એ બંને પરસ્પર બાધ્ય બાધક ભાવે હોય છે, એમ
For Private And Personal Use Only