________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે બરાબર ઘટે છે. પણ પુરૂષાર્થ વિના એકલું કર્મ ફળ આપવામાં સમર્થ માનવામાં આવે તે કોઈ પણ પ્રકારે ફલની વિચિત્રતા જે અનુભવાય છે, તે નથી -ઘટતી. કારણ કે પુરૂષાર્થને અસ્વીકાર કરી એકલા કર્મને ફળમાં હેતુ માનતાં એક રૂપતાને દેષ આવી જાય છે. જે વિચિત્રતા દેખાય છે, તે બીજી રીતે પુરૂષાર્થ વિના નથી સંભવતી. આ વાત અન્ય વાદીઓ જે એક તતાથી માને છે, તેઓને વસ્તુતત્વ સમજાવવા માટે બીજી રીતે પણ સિદ્ધ કરવામાં આવી છે. ૩૩૪
અહિં કઈ શંકા કરે છે કે દાનાદિકમાં જુદા જુદા તત્વ હેવા છતાં પણ દાનાદિ તે સરખા કાર્યો કરે છે. કર્મ પણ તેવા બાંધતે ફલમાં ભેદ કેવી રીતે થાય ? તેને ઉત્તર આપને જણાવે છે –
शुभात्ततस्त्वसौ भावो, हन्तायं तत्स्वभावभाक् । एवं किमत्र सिद्धं स्यात्, तत एवास्त्वतो ह्यदः ॥३३५॥ અર્થ-જે એમ કહેવાય કે શુભાશુભ કર્મથી શુભાશુભ ભાવ થાય છે તે તે કર્મને સ્વભાવ થે, આથી શું સિદ્ધ થયું ? તે જણાવવાનું કે ભાવથી કર્મની ઉત્પત્તિ, કર્મથી ભાવની ઉત્પત્તિ. ૩૩૫
વિવેચન–શુભ તેમજ અશુભ એવા કર્મ જ પૂર્વે જુદા- જુદા નિમિત્તોથી તથા ભિન્ન ભિન્ન પ્રકારના ભાવથી ઉપજાવ્યા છે, તેવા કમથી ભિન્ન ભિન્ન જાતના અધ્યવસાયવડે કરાયેલા દાન, શીયળ, તપ વિગેરેની પ્રવૃત્તિ બાદોમાં
For Private And Personal Use Only