________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ અર્થ–હાથના સ્પર્શથી અંધ પુરૂષ પણ વસ્તુને કાંઈક નિશ્ચય કરે છે, તેવી જ રીતે શાસ્ત્ર પણ શ્રદ્ધાવતને આ અગેચર વસ્તુ સંબંધી કાંઈક અંશે નિશ્ચય કરાવે છે. જેમ ચંદ્રગ્રહણ દૂર રહેવા છતાં નિશ્ચય થાય છે, તેમ શાસ્ત્ર વડે કાંઈક અંશે પારમાર્થિક અગેચર વસ્તુને નિશ્ચય થાય છે. ૩૬
વિવેચન–જેવી રીતે આંધળા મનુષ્યને હસ્તના સ્પર્શ વડે વસ્તુઓને બોપ-આ આકાર છે, આ ભારે છે વા હલકે છે, કેમલ છે વિગેરે રૂપે થાય છે, તેમ ઇંદ્રિયે અને મનથી જાણી ન શકાય તેવા આત્મા, કર્મ, ઈશ્વર વિગેરે પદાર્થોને બેધ શાસ્ત્ર સાંભળવાથી શ્રદ્ધાયુક્ત છસ્થ મનુષ્યને કેઈક પ્રકારે કાંઈક અંશે થાય, તેથી શાસ્ત્ર જે અતીંદ્રિય પદાર્થને જાણવામાં રામાનું કામ કરે છે તે શાસ્ત્રોવડે તે આત્મા ઈશ્વર અને કર્મ વિગેરે પદાર્થોને નિશ્ચય કરાવશે. તે પણ વિશેષ રૂપે કાંઈક અનુભવ થવામાં હેતુ બને છે. જેમ ચંદ્રગણું વા સૂર્યગ્રહણ દૂર હોવા છતાં અર્ધા ભાગ કે પા ભાગ કાળા પારદર્શક કાચથી અનુમાનથી રહુ આટલા અંશે સૂર્ય કે ચંદ્રને ગ્રહણ કરી ગળી ગયે છે એમ નિશ્ચય થાય છે, તેમ શાસ્ત્ર વડે ઇન્દ્રિયોથી અગેચર વસ્તુ વિશેષ રૂપે અનુભવવામાં આવશે એટલે છશ્વસ્થ આત્મા દેવ, ગુરૂ, ધર્મ, કર્મ, ઈશ્વર વિગેરે વસ્તુઓને નિશ્ચય તેના લક્ષણ, સ્વભાવ વિગેરેના બોધવડે કરી શકે છે. ૩૧૬
તે વાતને સમાયત કરતાં જણાવે છે –
For Private And Personal Use Only