________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૬ अहं सर्वत्र सन्त्यज्य, तद्गम्भीरेण चेतसा । સારા સમાચારો, માણાર્યક રૂ૭ |
અર્થ– આગ્રહને સર્વ પ્રકારે દેવ, ગુરૂ, ધર્મ, જીવ આદિના વિષયમાં ત્યાગ કરીને ગંભીરતા યુક્ત મનવડે. શાસ્ત્રમાં કહેલા ભાવેને શાંતિ પૂર્વક વિચારીને પદાર્થોના લક્ષણક્રિયા વિગેરે ચેષ્ટાને ધ્યાનમાં રાખી પરમાર્થને વિવેક પૂર્વક વિચારીને ગ્રહણ કરવું જોઈએ. ૩૧૭
વિવેચન–એ પ્રમાણે દૈવ એટલે સામાન્ય લેક જેને પ્રારબ્ધ અથવા કર્મ કહે છે, કેઈક નસીબ કહે છે, કોઈક કિમત કહે છે તે કર્મ, અને પુરૂષાકાર એટલે. પુરૂષ-આત્માને પ્રયત્ન. એ બંને વસ્તુ આત્માના ધર્મજ છે. એક ક્રિયા રૂપ છે તે બીજે ફળ રૂપ છે. તે બંને પણ સરખા બલવાળા પ્રત્યક્ષ અનુભવાય છે, કારણ કે પરિણામી સ્વભાવ તેમાં રહે છે. તેથી જે દેવ કહેવાય છે તે કર્મ તથા પુરૂષાર્થ તેમજ ઈશ્વર આત્મા વિગેરે સર્વ વસ્તુ પરિણુમિત્વ સ્વભાવવાળા છે એમ પૂર્વે વ્યવસ્થિત રીત સિદ્ધ થયે છતે જીવાજીવાદિક સર્વ વસ્તુ ન્યાય પૂર્વક દ્રવ્ય સ્વરૂપે નિત્ય છે, અને પર્યાય સ્વરૂપે અનિત્ય છે એટલે સ્વાદુ નિત્યાનિત્ય રૂપે છે, પરંતુ બીજી રીતે એકાંત નિત્ય વા અનિત્ય નથી જ, તેથી તેવા રૂપે એકાંત નિત્ય વા અનિત્ય માનવાથી વાસ્તવિક સિદ્ધિ થતી નથી. ૩૧૮
એ વાતની ભાવના કરતાં જણાવે છે –
For Private And Personal Use Only