________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ નિત્ય છે એમ વૈશેષિક વગેરે મતવાળા માને છે. અને ચણુક આદિ સર્વ પદાર્થો એકાંત અનિત્ય જ છે.
“ નિમેશમનિતિ . ”
એમ એકાંત ભાવે માને છે. પણ અપેક્ષાએ સર્વ વસ્તુ દ્વવ્યાર્થિક ભાવે નિત્ય છે અને પર્યાયાર્થિક ભાવે અનિત્ય છે તેને તે જોઈ શકતા નથી તેથી તેમ માને છે અને પ્રતિપાદન કરે છે. અન્ય જે નિયતિવાદીઓ છે તે એકલી નિયતિને સર્વ જગતનું ઉત્પત્તિ કારણ માને છે. કહે છે કે –
सर्व जगदेकनियतस्वभावत्वात् तेन रूपेण प्रर्वतते"
સર્વ જગતના પદાર્થો એક નિયતિ નિશ્ચિત જે ભાવી ભાવ હોય તે પ્રમાણે જ પ્રવૃત્તિ કરે છે. દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવ પણ તે ભાવિભાવને આધારે નિશ્ચિત કરાયેલા છે. તેજ ભાવે એટલે સ્વભાવને અનુસાર જે તીર્થકર વિગેરેની સત્તા પ્રવર્તે છે તે પણ નિયતિ ભાવને આધારે જ છે. તે નિયતિનો જે અસ્વીકાર કરવામાં આવે તે જે જેને સહજ સ્વભાવ રૂપ સાંસિદ્ધિકતા માને છે તે વિરૂદ્ધ લક્ષણવાળી થઈને આસદ્ધ થાય છે. માટે તે સાંસિદ્ધતા નિયતિ રૂપ જ છે એવું નિયતિવાદીનું માનવું છે. એમ ન્યાયવાદીઓ યુક્તિ પૂર્વક બેલે છે. તેવી જ રીતે નિયતિવાદી પંડિતેને આ મત છે તે જણાવે છે
" यद्यदा तत्तदा थद् यत्र तत्तत्र यद्येन तत् तेन यद् यस्य तत् तस्य यद् भवति तद् भवति यन्न भवति तन्न भवतीति ।"
જે જ્યારે થવાનું હોય ત્યારે જ થાય, અન્ય કાલમાં
For Private And Personal Use Only