________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮ પરિણામિત્વ પ્રાપ્ત ન થાય, તેમજ અનુગ્રહ કરનાર, અનુગ્રહ માંગનાર અને અનુગ્રહત્વ પણ અસિદ્ધ થાય છે. તેથી તે ઈશ્વર, જીવ, પ્રધાન, કમ વિગેરેમાં અસિદ્ધતા પ્રાપ્ત થાય છે. આથી સર્વ પદાર્થોમાં અનેક સવરૂપતા (અનેક સ્વભાવતા ) ઈછા ન હોવા છતાં અતવાદીને માનવી પડે છે, એટલે પરિણામિક્તા સર્વ પદાર્થોમાં સ્વીકારવી પડશે. ૩૧૦
આથી શું સિદ્ધ થયું તે જણાવે છે – सर्वेषां तत्स्वभावत्वा-त्तदेतदुपपद्यते । नान्यथातिप्रसङ्गेन, सूक्ष्मबुध्ध्या निरूप्यताम् ॥३११॥
અર્થ–સર્વ પદાર્થોમાં તેમના તેવા પ્રકારના સ્વભાવ હોવાથી તેઓની પરિણામિક્તા સિદ્ધ થાય છે. બીજી રીતે માનતાં અતિવ્યાતિ આવે છે, માટે તે વાત સૂક્ષમ બુદ્ધિથી વિચારવો જોઈએ. ૩૧૧
વિવેચન-સર્વ પદાર્થો એટલે ઈશ્વર, જીવ, કમ વિગેરે વસ્તુઓમાં અનુગ્રહ, અનુગ્રાહાતા વિગેર ધર્મો છે, તેની સિદ્ધિ તેઓ સર્વ પદાર્થોમાં રહેલા સ્વસ્વભાવત્વ રૂપ અનુગ્રાહક પ્રવૃત્તિ અધિકારથી નિવૃત્તિવાળી થઈ હય, બીજા અનુગ્રાહ્ય રૂપવાળા હોય તેમનામાં ઈશ્વરને જે અનુગ્રહ થાય છે તે જે પરિણામ સ્વભાવ હોય તેજ બને છે. એટલે ઇશ્વરમાં સત્તામાં રહેલો અનુગ્રહ સ્વભાવ વ્યાપારમાં પ્રવૃત્ત થાય અને જીવાત્માને તેવા અનુગ્રહને યોગ્ય શુભ કમને ઉદય જાગતું હોય ત્યારે અનુગ્રાહ્ય જીવાત્મા ઉપર અનુગ્રહ
For Private And Personal Use Only