________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૭
વડે આત્મ દ્રવ્યનું ધ્રુવવ–નિત્યત્વ સિદ્ધ થાય છે. તે કાર
જ અનુગ્રહ એટલે તેવા પ્રકારના એગ્ય જીવાત્માની ઉત્તમ ભક્તિ-પૂજા-ધ્યાન વડે ઈશ્વરનો અનુગ્રહ એટલે કૃપા મેળવી શકે છે, એટલે પિતાને અનુકુલ સાધન ઈશ્વર પાસેથી મેળવે છે. ઈશ્વર દાન કરે તે પરિણામ ભાવે ન હોય તે કેમ થાય માટે જીવ અને ઈશ્વર બંનેમાં પરિ. ણામિતા સિદ્ધ થાય છે. તેવી જ રીતે પ્રધાન પ્રકૃતિ કે માયા રૂપ કર્મને પણ જીવાત્માના તમાપારને અનુસારે મળવા વિખરવા રૂપ ક્રિયા કરણત્વ હોવાથી પરિણમિકતાની સિદ્ધિ થાય છે, એટલે સર્વ વસ્તુની સિદ્ધિ થવામાં તેવા પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની પણ અનુકુલતા જોઈએ. આમ આત્મા, ઈશ્વર, કમ રૂપ પ્રધાન અને કાલ વિગેરેનું પરિણામિત્વ માનવું જોઈએ. કારણ કે જગતમાં કાલથી અનુક્રમે સર્વ ક્રિયાની પ્રવૃત્તિ થાય છે. આથી એમ સમજવાનું કે કાલની સમય વડે ભિન્નતા સિદ્ધ થાય છે. વ્યવહારમાં દિવસ, રાત, ઘડી, પલ, માસ, ઋતુ, અયન વિગેરે વિભાગે કાલના થાય છે, તેમજ સમય ત કાલને બહુ સૂમ ભેદ છે, તે અને તપ, જપ, યમ, નિયમ કરતાં, ઈશ્વરનું ધ્યાન કરતાં જેમ જેમ રેગ્યતા પ્રાપ્ત થાય તેમ તેમ કાલના કમથી જીવાત્માના પુજબલથી ઈશ્વરની કૃપા થાય છે, તેવી જ રીતે પ્રધાન પ્રકૃતિ (કર્મ) પણ અનુ. ક્રમે તેનાં ફલ આપવામાં અનુકુલ ભાવે પ્રવૃત્ત થાય છે. પણ જે તે સર્વ પદાર્થોની એકાંત કુટસ્થ રૂપ સ્થિર સ્વભાવથી એક રૂપ નિત્યતા માનવા જઈએ તે ક્રિયા કરવા રૂપ
For Private And Personal Use Only