________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
વાદીઓ જુદા જુદા વિશેષણોને ઉપચાર કરીને એક બીજાથી તેના જુદા નામે પાડે છે, જેમકે કેટલાક તે કર્મને અમૂર્ત કહે છે, અને કેટલાક મૂત કહે છે, તે તે તેમના દર્શન મતના આગ્રહથી કહે છે, તે પણ તે કર્મને સંસારમાં નવા નવા ભવનું કારણ તે બધા દર્શનકારે સ્વીકારે છે જ, તેમાં જે ભેદ કરે છે તે વિશેષ પ્રકારના સારા જ્ઞાન રૂપ વિવેકના અભાવથી કરે છે. પરંતુ બુદ્ધિવંતને જેમ દેવતા વિશેષના નામ ભેદમાં પણ ગુણવડે અભેદ જવાય છે, તેમ કર્મ વિશેષમાં નામ ભેદ હોવા છતા સંસારના હેતુ તે કર્મ વાસના, પાશ, પ્રકૃતિ વિગેરેમાં નામ ભેદ હોવાથી પરમાર્થ ભાવે ભેદ ન હોવાથી જે ભેદ માનવે તે અવાસ્તવિક છે, કારણ કે યોગના સર્વ અભ્યાસીઓને યમ, નિયમ વિગેરે
ગની પ્રવૃત્તિઓ વડે તે કર્મમલને દૂર કરવાના છે, મૂત હોય કે અમૂર્ત હોય તો પણ તે બંને પ્રકારના કર્મને દર કરવા યોગ્ય જ છે તેને દૂર કરી પરમ મેક્ષની સાધના કરવાની છે. તેથી અન્ય વિશેષ પ્રકારના હોય કે ન હોય તેની કંઈ ચિંતા કરવાની નથી. ૩૦૬
આથી એજ સિદ્ધ થાય છે કે – ततोऽस्थानप्रयासोऽयं, यत्तभेदनिरूपणम् । सामान्यमनुमानस्य, यतश्च विषयो मतः ॥ ३०७ ॥
અર્થ–તેથી જ્યાં તત્વથી અભેદ છે ત્યાં ભેદને પ્રયતન નકામે છે, કારણ કે તે સર્વ વિચારણામાં સામાન્ય રીતે અનુમાનને વિષય છે. ૩૦૭ ૩૧
For Private And Personal Use Only