________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ કેટલાક-જેને દેહવ્યાપક અને આદિ શુદ્ધ, કેટલાકસૌગાતે ક્ષણિક માને છે. કેટલાક-સંખે ઈશ્વરને અભાવ જણાવે છે. તેમાં જેને ઇશ્વરને આદિ શુદ્ધ અને દેહવ્યાપક જણાવે છે. જેની આદિ ન હોય તે અનાદિ કહેવાય, એમ અનાદિ શુદ્ધ ઈશ્વર છે, તેમજ બ્રહ્માંડ વ્યાપક છે એવી રીતના ઈશ્વરને શૈવ-મહેશ્વરીઓ માને છે. બૌધે ઈશ્વરને ક્ષણભંગુર એટલે એક ક્ષણ (સમય)ની અવસ્થાવાળે માને છે. આમ તેમના દર્શન શાસ્ત્રના રચનારાઓની એવી કલ્પના વડે ઈશ્વરમાં સ્વરૂપથી ભેદ કહે છે, ત્યારે તે તમે નામના ભેદની વાત માત્ર કરતા હતા, પણ અર્થ સ્વરૂપમાં પણ ભેદ પડે છે. તેથી તમારું કહેવું નામ માત્રના ભેદથી વસ્તુ સ્વરૂપને ભેદ નથી પડતે તે કયાં રહ્યું? સત્ય વિચા૨કને તેવા સ્વરૂપને માનવાનું કાંઈ પ્રયોજન નથી. ૩૦૩
શા માટે તે નિષ્ણજન છે તે જણાવીએ છીએ – विशेषस्यापरिज्ञाना-धुक्तीनां जातिवादतः। प्रायो विरोधतश्चव, फलाभेदाच भावतः ॥ ३०४ ॥
અર્થ–તે તંત્રવાદીને વિશેષ પ્રકારને શુદ્ધ જ્ઞાનનો અભાવ હોવાથી તેઓના વચનમાં એકાંતવાદ હવાથી સયુકિતવડે અસિદ્ધતા રૂપ પરસ્પર દેષો આવે છે, તેવા વિચારને અત્ર વિરોધ છે, પરંતુ ફલમાં તથા ઇશ્વરના
અરિતત્વમાં અભેદ હોવાથી ભાવથી અભેદ માનીએ છીએ. ૩૦૪
વિવેચન– તે પરતંત્રવાદીઓ આત્મા, મુકત દેવ,
For Private And Personal Use Only