________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૫
મુક્તિ વિગેરે પ્રશ્નોમાં વિશેષ પ્રકારના શુદ્ધ જ્ઞાનને તેઓમાં અભાવ હોવાથી, ઇંદ્રિય માત્રના જ્ઞાનવાળા હોવાના કારણે, ઇદ્રિયાગેચર વસ્તુના વિષયમાં નથી જાણતા. તેમજ અનુમાનની યુકિતમાં તેઓને જાતિવાદ-અસિદ્ધ–વ્યભિચારઅસંભવ વિગેરે દેશે આવે છે તેથી તે અનુમાનાભાસરૂપ થાય છે. તે આ પ્રમાણે –સાંખ્ય અને શિવે ક્ષણિકવાદી બોદ્ધોને કહે છે કે તમે જે શ્રી બુદ્ધદેવને માને છે, તે ક્ષણિક છે, તેમ તમે જણાવે છે, તે ભગવાન બુદ્ધ દેશના રૂપ જે સ્વઅર્થ ક્રિયા કરે છે તે વિદ્યમાન ક્ષણમાં કરે છે કે તેની અવિદ્યમાન એવી ભૂત ભાવિ ક્ષણમાં ઉપદેશ રૂપ અર્થ ક્રિયા કરે છે ? આ પ્રમાણે ત્રણ પ્રશ્નો છે, તેને ઉત્તર તમે આપશે ? જે તમે ઉત્પતિ પહેલાના સમયમાં તેવી ક્રિયા થાય છે તેમ કહો તે તે યુકિત યુક્ત નથી કારણ કે તે સમયે પિતાની વિદ્યમાનતા ન હોય ત્યારે ક્રિયા કેવી રીતે બને? વળી બીજી વાત-જે ઉત્પન્ન થયા પછીના બીજા ક્ષણે દેશના થાય છે, એમ કહે તે તે પણ યુકિતથી સિદ્ધ થતી નથી. ક્ષણિક હોવાથી બીજા ક્ષણે નષ્ટ થયા પછી પણ ઉપદેશ આપવાને અભાવ આવશે. જ્યારે, પોતાની અવિદ્ય માનતા હોય ત્યારે તે વસ્તુ કેવી રીતે થાય? ઉત્પત્તિ સમયે પણ ઉત્પન્નતામાં વ્યગ્ર હોવાથી ક્રિયાને અભાવ આવશે, તે ઉત્પત્તિ ક્ષણમાં સર્વ કાર્ય કરે છે તેમ માનવું પણ ગ્ય નથી, કારણ કે એક જ ક્ષણમાં તે બધા કાર્ય કરે છે, તે કાર્ય પ્રત્યક્ષ દેખાતું નથી, તેમ માનવા યોગ્ય પણ નથી. ઉત્પત્તિ પૂર્વલણ, પશ્ચાત્ ક્ષણમાં કાર્યને કરવા પશું તમારે પણ માન્ય નથી. કારણ કે જે તમે પોતાની
For Private And Personal Use Only