________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦
નિશ્ચય કર જોઈએ એમ કાલાતીત નામના એક પંડિતે કહ્યું છે. ૩૦૦
વિવેચન–સ્વપક્ષમાં રાગ, પરપક્ષમાં શ્રેષ, એવી રીતના રાગદ્વેષ જેમાં હોય તે વસ્તુને યથાર્થ નિશ્ચય નથી કરી શકતે, માટે પક્ષપાતનો ત્યાગ કરવા પૂર્વક માધ્યા
નું અવલંબન કરીને સ્વપક્ષને રાગ અને સામા પક્ષ ઉપર દોષ ભાવને ત્યાગ કરવા પૂર્વક માધ્યને ધરીને, ન્યાયની યુકિતપૂર્વક પરમાર્થ સ્વરૂપે સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ વિચાર કરવો જોઈએ. પારમાર્થિક દેવ કેવા હોય? ગુરૂ કેવા હોય? ધર્મ કે હોય ? તે તે તત્વ સ્વરૂપને સ્થિરતા પૂર્વક વિચાર કરવો જોઈએ. તેવા સ્થિરતા પૂર્વક તત્ત્વનું ચિંતવન કરતા જેમાં જ્ઞાનાદિ ગુણને પ્રગટ ઉત્કૃષ્ટ ભાવ હોય, તેમજ તેવા બીજા પણ બાહ્ય અતિશય હોય, તે આરાધ્ય દેવાધિદેવનું સ્વરૂપ જાણવા ગ્ય છે, તેમજ આત્માનું વિશેષ સ્વરૂપ પણ જાણવા ચગ્ય છે, બાહ્ય કર્મવડે તેવા પ્રકારના નામ સંજ્ઞા વિગેરેમાં જે કે ભેદ હોય તે પણ વસ્તુ સ્વરૂપમાં જરા પણ ભેદ નથી આવતે, આ. વાત અન્ય મતને માનનારાને પણ વસ્તુતત્વને યથાર્થ બંધ થાય છે, માટે શ્રીમાન કાલાતીત નામના કેઈ અન્ય દશનીય આચાર્ય છે કે જે અનેક શાસ્ત્રોના રચનારા છે તે કહે છે, તે અમે પણ તેજ વાત કહીએ છીએ. ૩૦૦
તે કહે છે તે જણાવીએ છીએ – अन्येषामप्ययं मार्गों, मुक्ताविद्यादिवादिनाम् । अभिधानादिभेदेन, तत्त्वनीत्या व्यवस्थितः ॥ ३०१॥
For Private And Personal Use Only