________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણને અતિશય જ્યાં દેખાય તે વંદનીય, પૂજનીય, સ્તુત્ય છે, તેમજ બહુ આદર પૂર્વક માનનીય છે. કહ્યું છે કે જિનેશ્વર આદિ પરમાત્માની પૂજા, સેવા, ધ્યાન, સ્તવન વિગેરે કિયા અનુષ્ઠાને સ્વર્ગ અપવર્ગ રૂ૫ ફલને આપનારા થાય છે. જેવી રીતે તે જિનદેવને અનુલક્ષીને કરાતી ક્રિયા ફલને આપે છે. તેવી જ રીતે જગતકર્તા કે નિત્ય ઈશ્વર, બ્રહ્મા, મહાદેવ આદિ નામવાળા ગુણ અતિશયની સેવા ભક્તિ વિગેરે આલંબન કરીને સ્તુતિ કરનારને તેની શ્રદ્ધા ભક્તિ તેવા પ્રકારના ફળને લાભ કરશે, તેમજ ઇરછા કરતાં ધન, માલ મિલ્કત, આરોગ્યતા, સ્ત્રી, પુત્ર વિગેરે ઈષ્ટ ફળને અનુગ્રહ તે બ્રહ્માદિ દેવતા વિશેષ કે જે સ્તુતિ વડે ભક્તિથી ગોચર કહેલ છે તે અવશ્ય આપશે. ૨૯૮
હવે બીજે પણ અનુગ્રહ કેવો થાય છે તે જણાવે છે भवंश्चाप्यात्मनो यस्मा-दन्यतश्चित्रशक्तिकात् । कर्माधमिधानादे-नान्यथाऽतिप्रसङ्गतः ॥ २९९ ॥
અર્થ-જીવાત્મા તેના ભાવિભવને યોગ્ય અન્ય જે જે કાર્ય કરે છે તે કર્મની વિચિત્ર શકિત અને પિતાની ભવ્યત્વ રૂપ યોગ્યતા પ્રમાણે નામ ગોત્ર કુલ જતિને પ્રાપ્ત કરે છે. જે તેમ ન હોય તે અતિવ્યાપ્તિ આવે. ર૯૯
વિવેચન-જીવાત્મા સંસારમાં પૂર્વે બાંધેલા કર્મને અનુસારે નવા ભાવમાં જન્મને ધરતી છતે શરીર, ઇંદ્રિયે,
For Private And Personal Use Only