________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૧
લબન કારણ અવશ્ય થાય છે, માટે તે સર્વ અનુષ્ઠાને આપણને પૂર્ણ ઉપકાર રૂપ છે, તે વાત પૂર્વે જણાવેલી છે, જેમને આવા પુરૂષમાં એટલે તીર્થકર, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓના ઉપદેશમાં પૂર્ણ વિશ્વાસ–શ્રદ્ધાસ્થિરતા પૂર્વક હોય, અને તેમના કહ્યા પ્રમાણે શુદ્ધ વા શુભ અનુષ્ઠાનની આચરણ કરતો આત્મા તીર્થ કરત્વને પામે છે, મધ્યમ શ્રદ્ધાથી કરતો ગણધરવ, અ૯પ શ્રદ્ધાવંત સામાન્ય કેવળી, અ૮૫તર શ્રદ્ધાવત મુકકેવળી અથવા મુંડકેવળીપણાને પામે છે. એમ અન્ય આચાર્યોને મત છે. ર૯૪
અહિં વિશેષ પ્રકારના મતભેદને બતાવતા કહે છે – विशेषं चास्य मन्यन्त, ईश्वरानुग्रहादिति । प्रधानपरिणामात्तु, तथाऽन्ये तत्त्ववादिनः ।। २९५ ॥
અર્થ_વિશેષ વાત કરતાં જણાવે છે કે કેટલાક અન્ય મતવાદીઓ મુક્તિની પ્રાપ્તિમાં ઈશ્વરને અનુગ્રહ હોય છે તેમ માને છે, તેમજ કેટલાક પ્રધાન પ્રકૃતિના પરિણામને હેતુ માને છે, એમ તવને વાદ કરનારા મુક્તિમાં અનેક જુદા જુદા હેતુઓની કલ્પના કરે છે. ૨૫
વિવચન–વિશેષ વાત કરતાં શ્રીમાનું જણાવે છે કે પૂર્વ મુક્તિની પ્રાપ્તિ માટે યોગ્ય શ્રદ્ધા યુક્ત અનુષ્ઠાન કરવા જોઈએ તેમ જે વાત કહેવાઈ છે, તેને સ્મરણ કરતાં કહે છે કે આ આત્માને અધિમુક્તિના આશયમાં સ્થિરતા આવવી એટલે સર્વ કર્મકલંકને ત્યાગ કરીને સહજાનંદમય શિવપદની પ્રાપ્તિને અભિલાષ થવા માટે જે અધ્યવસાય
For Private And Personal Use Only