________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮ અર્થ-જે જે કાર્ય બને છે તેમાં તે તે વસ્તુઓના સ્વભાવની વિશેષ પ્રકારની વિચિત્રતા એક હતુરૂપ છે, તેમજ તેવા તેવા બીજા નિમિત્તોની પણ અપેક્ષા તે કાર્યો રાખે છે, તેથી સવ કાર્યો તેવા પ્રકારની સામગ્રીઓથી વ્યાપક હોય છે, એમ સ્વીકાર કરે તે ન્યાય હવે આ ગ્રંથમાં દેખાડવામાં આવે છે. ર૯૩
વિવેચન-તે તે આત્માઓ વડે જે જે, વિચિત્રતા થવાની હોય છે તેને અનુકુલ તે આત્મામાં સ્વભાવ સત્તારૂપે રહે છે. તેમજ તેઓને તેવા પ્રકારની કાલ, દેશ, ગુરૂ સહાયક વિગેરે જુદા જુદા પ્રકારના સ્વભાવવાળી કારણેની સામગ્રીઓ મળવાની અપેક્ષા પણ હોય છે. એમ એક બીજા કારણોને પરસ્પર સંબંધ પણ તેવા તેવા થતા કાર્યોમાં અપેક્ષવા ગ્ય હોય છે. તે પ્રકારે વિશેષ રૂપે સર્વ કાર્યોમાં તેવા તેવા પ્રકારની અનુકુલતાવાલી સામગ્રીને સંગ હોય છે, એમ આપણે અવશ્ય માનવું જોઈએ, કારણ એ છે કે તે સહકારી કારણે કાર્યને વ્યાપીને અવશ્ય રહેલા હોય છે, એમ તે નજ માનવું કે અમુક કાર્યોમાં તે સામગ્રીની અપેક્ષા રહે છે અને અમુકમાં નથી. જેમકે જે બીજથી સહકાર ( બે) ઉગવાને હોય તે બીજને તેવા પ્રકારના પાણી, વાયુ, જમીન, ઋતુ વિગેરે અનુકુલ સામગ્રીને સહકાર મળે અવશ્ય વૃક્ષ અને તેના ફલની સિદ્ધતા રહેલી છે. તેમજ તે ન્યાયે જે જે કાર્યો જે જે આત્મા વિશેષથી થવા ગ્ય હોય તેને તેવા પ્રકારની સર્વ સામગ્રીને સહકાર મળે છે. તેનાથી થતા કાર્યોમાં આત્મા ઉપાદાન હેતુતાને પામે છે. તે
For Private And Personal Use Only