________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫
સ્વ-સ્વરૂપને ભાવતે કેવળજ્ઞાન દર્શનને પ્રાપ્ત કરે છે, તે અન્યને ઉપકારક નથી થતા, કારણ કે વિશેષ અતિશય વિનાના હોવાથી, તથા શિષ્ય સમુદાય નથી હોતે તેથી મુંડ કેવળી ઉપદેશ દાનને પણ અતિશય ન હોવાથી મૂક કેવળી કહેવાય છે. તેનું દષ્ટાંત જાણવા પીઠ, મહાપીઠ એ બે સાધુનું જીવન શાસ્ત્રમાંથી જેવું એગ્ય છે ૨૯૦
અહિં વિચિત્ર ચિંતાની પ્રવૃત્તિ હોય, તેમાં તેવા પ્રકારની ભવિતવ્યતા હેતુ હોય છે તે જણાવે છે –
तथाभव्यत्वतश्चित्र-निमित्तोपनिपाततः। एवं चिन्तादिसिद्धिश्च, सन्यायागमसङ्गता ॥ २९१ ॥
અર્થ–તેવા પ્રકારની ભવિતવ્યતાના એગે અને વિચિત્ર નિમિત્તની પ્રાપ્તિઓ વડે આત્માઓને તેવા પ્રકારના વિચારે પ્રગટે છે, તે કારણે એવા ન્યાયથી યુકત છે તેમ આગમમાં પણ તેની સિદ્ધિ તેવી જણાવેલી છે. ર૯૧
વિવેચન—આમ જગતમાં મોક્ષનો એક માર્ગ સાધનારા અનેક જીવાત્માઓમાં જેઓને જેવી ભવિતવ્યતા હોય, તેવા પ્રકારના શુભ વા શુદ્ધ અનુષ્ઠાને કરતાં છતાં આશ્ચર્યકારી જુદા જુદા નિમિત્તે વડે તેવા ફલની પ્રાપ્તિ થાય છે. કેઈ આત્મા તીર્થંકર થાય, કોઈ ગણધર થાય, કોઈ સામાન્ય કેવળી થાય છે, અને સામાન્ય શિષ્યોના પરિવારથી યુકત થઈ જગતમાં વિચરતા ઉપદેશ આપીને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરાવે છે. કોઈ મૂક કેવળી થાય છે, કેઈ અંતકૃત કેવળી થાય છે, આમ વિચિત્ર તો પ્રગટ થવામાં તે
For Private And Personal Use Only