________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
તથ્ય-સત્ય ઉપદેશ દેવાય છે, અને વીતરાગે કહેલા તત્ત્વમય, અનુષ્ઠાનરૂપ ધર્મને ઉપદેશ અપાયે છે, તે ધર્મમાં અનુરાગ એટલે પ્રીતિ કરવી રાગ, દ્વેષ, મોહ, માયા, કામ, ક્રોધ, અહંકાર, લેભ, અજ્ઞાનતા, મિથ્યાત્વ વિગેરે દેના નાશ કરનારા સર્વજ્ઞ દેવ છે માટે તેમના ઉપર પ્રેમભક્તિ રૂપ અનુરાગ કરવો તથા સર્વ પરિગ્રહની મમતાનો ત્યાગ કરનારા, સત્ય વીતરાગ કથિત ધર્મને ઉપદેશ આપનારા, સુસાધુ પ્રત્યે ગુરૂતા બુદ્ધિ ધરનારા, તથા સર્વજ્ઞ વીતરાગ દેવે કહેલા ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા એમ સુંદર તરવમયી ઉપર નિશ્ચયતા પૂર્વક જે દ્રઢ રાગ કરવો તે સંવેગ કહેવાય. છે. તે સંવેગવંત તેજ સંવિગ્ન આત્મા ભવ-સંસારને ગુણ વિનાને જાણે છે. ધરણ કે દેવ, નારક, તિર્યંચના ભવની પરંપરા જીવને દુઃખકારક અવશ્ય લાગે છે. તે કારણે તે સંસાર ઉપરથી જેને પ્રેમ ઉઠી ગયેલ છે તે નિર્વેદી કહેવાય છે. તે ભવ નિવેદથી સંસાર અસાર જાણવાથી તેમાં રખડતા આત્માને ધર્મ વિના કોઈ આશરે નથી, એટલે જન્મ, જરા. મરણ, ગ, શેક, હનન, દહન વિગેરે ભયંકર દુઃખ વેદનાને લીધે બળીને મહાપીડા પામતા, પિતાના આત્માને તે દુ:ખ સમુદ્રથી મુકત કરવા વિચાર કરે, તે અર્થે ચગ્ય ધર્મના અનુષ્ઠાન, જપ, સ્વાધ્યાય, ધ્યાન કરે, એમ એક પિતાનાજ માટે સમ્યફપ્રકારે પ્રવૃત્તિ કરતે, મન વચન કાયાની એકાગ્રતા કરવામાં સદા પ્રવૃત્તિ કરનારા આત્મા દ્રવ્યથી પાંચ મહાવ્રત, અને કેશસંડનથી દ્રવ્યમંડ થાય છે. અને ક્રોધ, માન, માયા, લેભ, કામ, મિથ્યાત્વને ત્યાગ કરી ભાવમુંડ થાય છે. તે આત્મા શુકલ ધ્યાન વડે
For Private And Personal Use Only