________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૧
લાગતા સર્વ સંબંધ અસારતાવાળા છે, દેવાદિના ભેગો પણ દુઃખના હેતુ રૂપે છે, સર્વ જગતના વિષયો સાચા સુખના કારણ નથી, પરંતુ તે સર્વ ભેગે અવાચ્ય દુઃખનાજ હેતુ થાય છે તેથી તેને ત્યાગ, તેની ઈચ્છાઓને ત્યાગ કર તેજ મોક્ષને સર્વ કમથી મુક્ત થવાને એકજ હેતુ છે. આવા પ્રકારના પરિણામ રૂપ સંમ જગતના બધા જ કર્મવશ હોવાથી તેમના પ્રયત્નથી મારૂં કાંઈ અનિષ્ટ થઈ શકવાનું નથી, તેઓ તેમાં નિમિત્ત બને છે, તે તો મારા કર્મનાજ દેષ છે, આમ વિચારીને તેમના પ્રત્યે ક્રોધાદિને ત્યાગ કરનારા તે ઉપશમ ભાવવાળા કહેવાય છે. તેવા ગુણેને નિત્ય ધારણ કરનાર, તેમજ અન્ય જીવાત્માના કલ્યાણ માટે, તેમના દુઃખ દૂર કરવા માટે, તેઓના મક્ષ સુખના લાભ માટે, નિરંતર વ્યવસાયવાળા રહેતા હતા તેવી પ્રવૃત્તિવાળા મહાન બુદ્ધિવંત નિરંતર ગુણેમાં વધતા છતા મહાન પુન્યના ઉદયને પામે છે. ૨૮૭
તે વાત આગળ સિદ્ધ કરતાં જણાવે છે કે – तत्तत्कल्याणयोगेन, कुर्वन्सत्त्वार्थमेव सः। तीर्थकृत्त्वमवाप्नोति, परं सत्त्वार्थसाधनम् ।। २८८ ।।
ચાઈ તેવા તેવા પ્રકારના સર્વ જીવાત્માને માટે હિતકર કાર્યોને કરતા છતા. કરૂણારૂપ વેગથી પિતાના સાધ્ય અર્થની સિદ્ધિ કરતા તે મહાત્મા તીર્થકરપણાની લક્ષ્મીને પ્રાપ્ત કરનારા થાય છે. ૨૮૮
For Private And Personal Use Only