________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીવ્ર ભયંકર કષાયોને નાશ પ્રાય: ગ્રંથભેદથી થાય છે, ફરીને તેવા દુ:ખદાયી કર્મ કલેશ હેતુને નથી ઉપજાવતે, તેમજ ગ્રંથી ભેદ સર્વદા મોક્ષ માર્ગમાં એટલે સમ્યગૂજ્ઞાન દર્શન ચારિત્રરૂપ સંયમ માર્ગને પણ અવશ્ય હેતુ થાય છે. એટલે મોક્ષને હેતુ થાય છે, તે પણ આનંદનું કારણ છે. ૨૮૨
આ માટે બીજે પ્રમાણમય અભિપ્રાય પણ જણાવે છે – जात्यन्धस्य यथा पुंसश्चक्षुलाभे शुभोदये । सदर्शनं तथैवास्य, ग्रन्थिभेदेऽपरे जगुः॥ २८३ ॥
અર્થ—જેમ જન્મથી અંધ પુરૂષને શુભ પુન્યદયથી ચક્ષના લાભથી તથા જગતના પદાર્થોને જેવાથી જે લાભ થાય તેને આનંદ થાય છે. તેમ ગ્રંથી ભેદીને સમ્યગદર્શન મળવાથી મોક્ષમાર્ગની સમજણ પડવાથી અપૂર્વ આનંદ થાય છે. ૨૮૩
વિવેચન–જે પુરૂષ અશુભ કર્મના ઉદયથી જન્મ સમયથી અંધ થયેલે હય, અથવા અંધત્વ જન્મ, સાથેજ આવેલું હોય, તે કારણે જગતમાં કૃષ્ણ, રકત, વેત વિગેરે રૂપ દેખવા જાણવા રૂપ જ્ઞાનને અભાવ હોય છે. તેથી સામે મિત્ર વા શત્રુ આવ્યા હોય તેને સત્કાર કે સામને નથી કરી શકતે, એ કારણે તેને બહુ દુઃખ ભેગવવું પડે છે. આવા પુરૂષને જ્યારે શુભ પુન્યને ઉદય થાય, ત્યારે કશળ વૈદ્યના ઓષધગે તે પડદે ઉઘડી જાય છે, ચક્ષુ કમલ પુષ્પની પેઠે વિકસ્વર બને છે, તે ચક્ષુની દર્શન શક્તિ
For Private And Personal Use Only