________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬
તેને ઓળંગીને અપૂર્વકરણ કરી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. ૨૬૫
વિવેચન–આ કરણે ત્રણ પ્રકારે છે. આ ત્રણે કરણે ભવ્ય-નિર્વાણ પામવા જે જીવન ભવ્ય સ્વભાવ છે તે ભવ્ય ઉપર જણાવેલા યથાપ્રવૃત્તિ, અપૂર્વ તથા અનિવૃત્તિ કરને કરે છે. પણ તે ભવ્યથી અન્ય જે અભવ્યો છે કે જે મેક્ષમાં જવા ગ્ય આત્માના સ્વભાવને કરવાની શક્તિ ધરાવતા નથી. તે અભવ્યાત્મા પ્રથમનું યથાપ્રવૃત્તિકરણ એકજ માત્ર કરે છે. તે અભવ્યાત્મા ગ્રંથીના ભાગ સુધી આવે છે, પરંતુ ત્યાંથી આગળ જઈ શકતા નહિ હોવાથી પાછા ફરે છે. ગ્રંથભામથી પાછા ફરીને યથા પ્રવૃત્તિકરણને ચેણે જે કર્મદલની સ્થિતિ અપાવી હતી તેવી સાત કર્મની ઉત્કૃષ્ટિ અવસ્થાને કિલષ્ટ પરિણામના મેગે બાંધે છે. તે ગ્રંથભેદનું સ્વરૂપ આગળ જણાવવાનું છે. આ યથાપ્રવૃત્તિકરણ અનાદિ સંસારમાં ભમતો જીવાત્મા જ્યારે સનિ પંચૅક્રિયપણું પામે છે, ત્યારે તેવા પ્રકારના વૈરાગ્યમય પરિણામથી (ભવ્ય તથા અભવ્યાત્મા) કરી શકે છે. પણ અભવ્ય જીવ ગ્રંથી સુધી આવીને આગળ વધી શકતું નથી, પરંતુ પાછો પડે છે. જેને અલ્પ સંસાર છે તે ભવ્યાત્મા ગ્રંથભેદ કરવાને સતત પ્રયત્ન કરતે બીજા કરણમાં પ્રવૃત્ત થાય છે. ૨૬૫ भिन्नग्रन्थेस्तृतीयं तु, सम्यगदृष्टेरतो हि न । पतितस्याप्यते बन्धो, ग्रन्थिमुल्लङ्घ्य देशितः ॥२६६॥
For Private And Personal Use Only