________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૫
બીજું અપૂર્વકરણ અને ત્રીજું અનિવૃત્તિકરણે કહેલું છે. ૨૬૪.
વિવેચન-કરણ એટલે કર્તરૂપ જે આત્મા તે જે ક્રિયા કરવાની હોય તેમાં જે જે અનુકુળ સાધન વડે નિશ્ચિત ફલને પ્રાપ્ત કરાવે તે ભાવને કરણ કહેવાય છે. આત્માને જે મોક્ષની સાધના કરવાની છે, તે તેના શુદ્ધ શુદ્ધતમ પરિણામની પ્રાપ્તિને આધીન છે. અહિં મોક્ષનું સર્વથી મુખ્ય કારણ શુદ્ધ સમ્યકત્વ દર્શન છે, તેની પ્રાપ્તિ ત્રણ કરણ કરવાથી થાય છે. તેમાં પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ કરીને આગળ પરિણામની ધારા વધારતે ભવ્યાત્મા અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરીને સમ્યગ્રદર્શનને પામે છે. તેથી કરણરૂપ પરિણામના અહિં સમ્યગ્ગદર્શન સુધીના ત્રણ ભેદ પાડેલા છે, તે યથાકને થાય છે. તેનું વર્ણન આગળ જણાવે છે. તે અનિવૃત્તિકરણથી સમ્યગદર્શન અવશ્ય થાય છે. ૨૬૪.
તે કરણે જીવાત્માએ ક્યારે કરે તે વાત જણાવતાં કહે છે –
एतत्त्रिधापि भव्याना-मन्येषामाधमेव हि । अन्थि यावत् त्विदंतं तु, समतिक्रामतोऽपरम् ॥२६५॥
અ– આ ત્રણે પ્રકારના કરણે ભવ્યાત્માઓ જ કરે છે. અભવ્યાત્માઓ તે માત્ર પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ કરીને ગ્રંથીની નજીક આવી પાછા પડે છે, અને ભવ્યાત્મા
For Private And Personal Use Only