________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૩
બીજા જીવાત્માની કદાચિત્ અધિક પણ હેય તે અવગણવાની નથી, પણ અહિં તો સગમાં જે પ્રવૃત્તિ થાય છે, તે યથાશક્તિએ જે થાય–જેનું આખ્યાન કરવાનું છે તે સત્ય ફલ આપવામાં સમર્થ છે. ૨૬૨
વિવેચન–સર્વ જીવાત્માઓને આઠ કર્મદલનો સંયોગ કાયમજ અનાદિકાલના પ્રવાહની પરંપરાથી રહેલે છે, તેને નિર્જરાયેગે જે જે ક્ષય ઉપશમ ભાવ થાય, તે પ્રમાણે તેઓને શક્તિનું હીનત્વ વા અધિકત્વ પ્રાપ્ત થાય છે. હીન શક્તિવંત અધિક બળ નથીજ ફેરવી શકતે, અને અધિક બળવાળે હીન બળ નથી કરતે એટલે દેવ ગુરૂ પૂજા, ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય, તપ, જપ વિગેરે સોગમાં કિયા અનુષ્ઠાન કરતાં, જેની જેટલી શક્તિ-વીર્યને ઉલ્લાસ થાય તે પ્રમાણે કરે છે, તે જીવાત્માને સમ્યગુદનવા-સમ્યગદષ્ટિ જાણ. સમ્યગદર્શન વિના માત્ર ગાડરીયા પ્રવાહની પેઠે જ્યાં તહેતુરૂપ અનુષ્ઠાન ન હોય, તે ક્રિયા એકલી ભાવશૂન્ય હોવાથી તે ફળ વિનાની જણવી. તે કારણે સમ્યગદષ્ટિ આત્મા શમ, સંવેગ. નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યતા આદિ ગુણયુક્ત પોતાની સાધનશક્તિને અનુસારે દેવપૂજા–ગુરૂભક્તિ, સદુપાત્રમાં દાન ભાવયુક્ત કરતા ઉત્તમ ફલને પ્રાપ્ત કરે છે. એટલે સમ્યગુદષ્ટિ ભવ્યાત્મા જેટલી શક્તિરૂપ ભાવને વીલ્લાસ ખીલવે છે, તેટલે તેને સત્કલરૂપ લાભ પ્રાપ્ત થાય છે. એટલે દેવપૂજા, ગુરૂભક્તિ કરત પુન્યાનુબંધિ પુન્યને પ્રાપ્ત કરે છે, અને અશુભ કર્મને ઘાત કરતો મહાન નિર્જરા કરનારે થાય છે. ૨૬૨
For Private And Personal Use Only