________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મના ઉદયથી એટલે મહામહનીય કર્મના ભયંકર બલ જીવાત્મા સમ્યગ્ગદર્શનથી ભ્રષ્ટ થયેલ હોવાથી, જ્યાં સુધી તેવા ઉત્તમ ભાવવાળું સમ્યકત્વ ન પામે ત્યાં સુધી મિથ્યાત્વવંત રહે છે, તે વધારેમાં વધારે પ્રાયઃ અર્ધા પુદ્ગલ, પરાવર્તન કાલ સુધી તેવા સ્વરૂપને-શુદ્ધાત્મ ભાવરૂપ સમ્યકુત્વને નથી અનુભવી શકતો, તે તે ભાવરૂપ હેતુના કાર્ય રૂપ ધર્મશ્રવણ, ભકિતપૂજા, સાધુ અને શ્રાવકના ધર્મ વિશે રેને પણ કેવી રીતે પામે? નજ પામે. અહિં દ્રષ્ટાંતથી જણાવે છે કે અત્યંત તોફાની વાયુના યોગે ઉડેલી રેતીના સમુદાયથી જે પુરૂષની બંને આંખના ડોળા પુરાઈને બંધ થઈ ગયા હોય, તે પિતાની પાસે ઉભેલી સર્વાગ સુંદર અપ્સરા, રંભા, તીત્તમા, મેનકા વિગેરે સ્ત્રી રત્નને કેવી રીતે જોઈ શકે ? નજ જોઈ શકે. તેવી જ રીતે બીજી વસ્તુ એને પણ નથી જ જોઈ શકતો. તે જેમ પોતાની પાસે હિતા છતાં જાણ શકતો નથી, તેમ જે આત્માના સમ્યગૂદર્શનરૂપ જ્ઞાનાચન મિથ્થવ મેહરૂપ વાયુના પ્રબલ ઉદચથી અજ્ઞાનરૂપ રેતીથી બંધ થયેલા હોવાથી તે જીવાજીવાદિ તત્વને કેવી રીતે જાણે? અથતુ ન જાણે. પરંતુ ઉપદ્રવ શાંત થયા પછી આ બેમાંથી રેતી દૂર થતાં જે વસ્તુઓ પાસે છે તેને સારી પેઠે જાણે છે. તેમ જીવાત્માને મહામેહને ઉદય ટળ્યા પછી અજ્ઞાન, અવિવેક દૂર થતાં સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર-સદ્દઉપયોગ-આત્મવીર્ય – તપ-જપ – સ્વાધ્યાય વિગેરે અનુષ્ઠાનો અનુભવવામાં આવે છે. ૨૫ હવે સમ્યક્ત્વનું ત્રીજું લિંગ સ્વરૂપ સાથે જણાવે છે –
For Private And Personal Use Only