________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માના વચનમાં અનન્ય રાગ હોવા છતાં, વ્યવહારના નીતિ ન્યાયને અનુસારે ગૃહમ યેગ્ય ચારિત્ર પાળી શકતા ન હતા, તે સર્વવિરતિ ધર્મરૂપ પાંચ મહાવ્રત કેવી રીતે પાલી શકે? નજ પાળી શકે. તેમજ વ્યભિચાર અને અત્યાચારમાં પણ તે બહુ ભયંકર હતું, તેથી લેકે તેને રૂદ્ર નામે સંબોધતા હતા, ફકત તેમાં એટલું ચારિત્ર હતું કે સાધર્મિક દુઃખમાં પડેલા હેય તે પિતાની શકિત વડે તેને દુઃખમુક્ત કરતે, તેને અનુકુલ સહાય પણ કરતે. આમ વ્યવહાર વિરૂદ્ધ આચરણ હોવા છતાં પણ તેમાં વીતરાગ ધર્મ પ્રત્યે અનન્ય ભક્તિભાવ જાગતે હોવાથી ધર્મરાગ પ્રત્યક્ષ અનુભવાતે. આથી એમ નિશ્ચય થાય છે કે લોકાચાર વિરૂદ્ધ પ્રવૃત્તિ-જે ધર્મ વિરૂદ્ધ પ્રવૃત્તિ ગણાય છે તેવું વર્તન છતાં, ધર્મરાગને અભાવ છે તેમ ન માનવું. ૨૫૮.
આ વાતને અધિકાર કરીને હવે જે કહેવા ગ્ય છે તે જણાવે છે–
पातात्वस्येत्वरं कालं, भावोऽपि विनिवर्तते । वातरेणुभतं चक्षुः, स्त्रीरत्नमपि नेक्षते ॥ २५९ ॥
અર્થ–પડવાથી ઉપજેલા નવા કાલમાં સમ્યત્વભાવ ચાલ્યા જાય છે, જેમકે વાયરાથી ઉડતી રેતીથી જેની ચક્ષુ ભરાઈ ગઈ છે તે પુરૂષ પાસે રહેલ સુંદર સ્ત્રીને પણ દેખવા સમર્થ નથી થતું. ૨૫૯
વિવેચન–તેવા પ્રકારના નિકાચિત કઠણ મિથ્યાત્વ
For Private And Personal Use Only