________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ સાંભળવું તે રૂપ હેતુ-કારણેમાં મહાન ભેદ રહેલો છે. તેમાં પણ જીને શ્રી વીતરાગ પરમાત્માના વચન રૂપ ઉપદેશને સાંભળવા અત્યંત પ્રીતિ થવી દુઃખકર છે. ભવ્યાત્મા જ્યારે ઘણે સંસાર ભમીને છેલ્લા પુગલ પરાવર્તનમાં આવેલ હોય, તેથી વધારે હવે પછી સંસારમાં ભમવાનું ન હોય તે જ પરમાત્મા વીતરાગના વચન ઉપદેશ સાંભળવામાં અત્યંત પ્રીતિ થાય છે. તેમાં આમને અપૂર્વ ભાવ રૂ૫ અતિશય જાગે છે. તે ભાવાતિશયથી જિનવરની વાણી રૂપ ઉપાદાનથી ભાવાતિશય ઉપાદેય એટલે કાર્ય રૂપ થાય છે. તે શ્રવણની ઈચ્છાથી ધર્મ આદરવામાં ઉલ્લાસ પણ વધે છે. આ સમ્યક્ત્વનું પ્રથમ ચિન્હ જાણવું. ૨૫૬
હવે બીજું લિંગ જણાવતાં કહે છે – धर्मरागोऽधिकोऽस्यवं, भोगिनः ख्यादिरागतः । भावतःकर्मसामर्थ्यात्, प्रवृत्तिस्त्वन्यथापि हि ॥२५७॥
અર્થ:–ભેગી યુવાનને સ્ત્રી આદિમાં જે રાગ થાય છે, તેથી પણ સમ્યક્ત્વવંત આત્માને ધર્મમાં અત્યંત રાગ અંત:કરણથી થાય છે. જો કે કદાચિત્ કર્મના બલથી સંસારમાં વિરૂદ્ધ પ્રવૃત્તિ દેખાય છે, તે પણ ધર્મ રાગ કાયમ જ રહે છે. ૨૫૭
વિવેચન – ધર્મ રાગનું સ્વરૂપ જણાવતાં કહે છે કે આવા પ્રકારના સમ્યક્ દષ્ટિવંત ભવ્યાત્માઓને ઉપર જણાવ્યું તેમ ધર્મ સાંભળવામાં જે અત્યંત રાગ થાય છે, તેમજ ચારિત્ર ધર્મ એટલે પાંચ મહાવ્રતને ધારણ કરવા, પાંચ સમિતિ પાળવી, નવ વાડથી પરમ શુદ્ધ બ્રહ્મચર્ય
For Private And Personal Use Only