________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
- ષતા રૂપ ચેગ થાય છે. ૨૫૪
..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેની વિચારણા નજણાવતા કહે છે:--- तुच्छं च तुच्छनिळया-प्रतिबद्धं च तद्यतः । गेयं जिनोक्तिस्त्रैलोक्य - भोगसंसिद्धिसङ्गता ॥ २५५ ॥
અગાયન વિગેરે ભેગા અત્યંત ક્ષણિક જ છે, તેમજ હલકા સ્થાનને અતાવનારા છે, તે કારણે તે તુચ્છ છે. પરંતુ પરમાત્માના વચનના ઉપદેશમાં, ત્રણ લાકના સ્વામિત્વ રૂપ ભાગની સિદ્ધિ પ્રાપ્ત થાય તેટલું સામર્થ્ય છે. ૨૫૫
વિવેચન—દેવ, કિન્નર, ગાંધર્વાદિકના સંગીતાના આલાપ પૂર્વક ગાયન આલાપક થાય છે તે વસ્તુત: વિલાપ તુલ્ય છે, માત્ર શ્રવણું દ્રિચ—કાનને ક્ષણિક સુખના હેતુ થાય છે. તે સુખ પણ પારમાર્થિક તા નથી જ પશુ ઉપચાર ભાવે જ માનેલું છે. કારણ કે તે સાંભળતા એક ક્ષણ એક જીવાત્મા સુખનેા અનુભવ કરે છે, તે વખતે અન્યને તે સાંભળતાં દુ:ખના અનુભવ થાય છે, તેથી તે સુખ વસ્તુત: એકાંત નથી. તેમજ તે ગાયના શંગાર રસથી યુક્ત હાવાથી ઇંદ્રિયામાં વિક્રિયા–દારૂના ઘેન જેવા ઉન્માદ કરે છે. કારણ કે તે ગાયના જે વસ્તુનું શુંગારીક ભાવે વર્ણન કરે છે તે શ્રીનું શરીર મલ, મૂત્ર, લેહી, માંસ, વીર્યાદિના ગંદા ઘર જેવું દુર્ગચ્છનીય છે. તેવા સ્ત્રીના શરીરને કવિએ સૂર્ય, ચન્દ્ર, પદ્મ, કમલ વિગેરેની ઉપમા અલકારાના વચનથી શણગારીને કામ રાગ રૂપ મક્રિશ વડે મિશ્ર કરી કામીઓને
For Private And Personal Use Only