________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ - સમ્યગદષ્ટિ અપુનબંધક આત્મા અનુભવથી આઠ કર્મની પ્રકૃતિને જાણું, તે શુભાશુભ કર્મના ભેગવાતા વિપાકોને અનુભવને છતે અન્ય નિમિત્ત બનેલા જીવાત્માએના અપરાધને ક્ષમા કરે છે, તેમજ કષાયોને દબાવે છે. તે ઉપશમ ભાવના જાણવી. ૧ નર, દેવ આદિના ભેગને પણ દુઃખદાયી જાણતે આત્મા એક મોક્ષ સુખની ઈચ્છા કરે તે સંવેગ ભાવ જાણુ. ૨ સંસારમાં પ્રાણિઓનાં ભયંકર દુઃખે દેખીને તેઓને તેવા પ્રકારના દુઃખથી મુક્ત કરવાને જે વિચાર થાય છે તેને અનુકંપા કહેવાય છે ૩ જે આત્મા પરમાત્માના કહેલા ઉપદેશ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પરલેક ગમનમાં ઉપકારક થાય તેવા સમ્યગૂ ધર્મને નથી આચરતા, તેઓ નર, નરક, તિર્યંચ દેવ ચેનિઓમાં ભ્રમણ કરે છે. અને અનેક ભયંકર દુઃખેને ભેગવે છે. આમ વિચાર કરતાં છતાં, સંસારના વિષયમાં મમત્વ બુદ્ધિને ત્યાગ કરે, તેવા વિષયવિપથી દૂર રહેવા પ્રવૃત્તિ કરવાની જે ભાવના થાય તેને નિર્વેદ કહેવાય છે. ૪ પરમાત્મા વીતરાગ તીર્થકર દેવોએ જે ઉપદેશ આપીને જીવાત્માઓને કલ્યાણ માર્ગ બતાવ્યા છે તે જ સત્ય છે, તેમાં જરા પણ ફેરફાર નથી એવું શંકાશલ્ય વગરનું નિશ્ચયપૂર્વક માનવા. પણું તે આસ્તિકયતા કહેવાય છે ૫ આવા લક્ષણયુક્ત જે ભાવ સમ્યગૂ દર્શન આત્મગુણ રૂપ છે તેને ધારણ કરતા છતાં પરમ શુધ્ધ સમ્યગૂ દર્શનને પ્રગટ કરે છે. ૨૫૨
તે ચિન્હનું સ્વરૂપ જણાવે છે – शुश्रूषा धर्मरागश्च, गुरुदेवादिपूजनम् । यथाशक्ति विनिर्दिष्टं, लिङ्गमस्य महात्मभिः ॥२५॥
For Private And Personal Use Only