________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫
સ્મૃતિમાં રાખતા છતા, અને તેની સતત ભાવના વડે ચિત્ત રૂપી રત્નને વ્યવસ્થામાં સ્થિર આભૂષણ રૂપે કરતાં છતાં તે મહાપુરૂષને આમ સ્વરૂપની પ્રાપ્તિમાં હેતુ રૂપે જે જે સિધિઓ પ્રાપ્ત થયેલી હોય, તેની શક્તિ જાણતા છતાં અભિમાન કે ઉત્સુકતા રાખતા નથી. એટલે ધર્મ માર્ગથી પ્રાપ્ત થયેલી તે સિદ્ધિઓને અર્થ કે કામની સાધનામાં ન વાપરે, ફક્ત ધર્મની ઉન્નતિમાં જ એ શક્તિને ફેરવવા પ્રવૃત્તિ કરે. તથા અભિમાન કે હર્ષના વિકાર નહિ પામતા ચંચલતા વિના સ્વયંભૂરમણ સમુદ્રની પેઠે સ્થિર–ગંભીરતાથી યુક્ત મનની પ્રસનત્તાવાલી તેઓની મુખમુા રહે છે. ૨૪૭
તે કારણે જણાવે છે કે – फळवद् द्रमसदवीज-परोहसदृशं तथा । साध्वनुष्ठानमित्युक्तं, सानुबन्धं महर्षिभिः ॥२४८॥
અર્થ–સારા ફળવાળા મહાવૃક્ષના બીજ ફળના હતુવાલા હોય છે, તેમજ તેના અંકુરે પણ સફલતાવાલા જ હોય છે, તેવી જ રીતે મેગાધિકારી આત્માઓના સારા અનુષ્કાને અવશ્ય સારા ઉત્તમ ફલના હેતુવાલા જ હોય છે, એમ મહામુનિઓ જણાવે છે. ૨૪૮
વિવેચન –જેમ સમ્યગૂ રીતે ફલના ભારથી વ્યાપક બનેલા વડ આમ્ર વિગેરે મહાવૃક્ષનાં બીજ, અંકુર, મુલીયા, થડ, ડાળ, શાખા, પત્ર અને પુષ્પ સારા સત્ય ફલને આપનારા હેવાથી અવંધ્ય છે, તેથી તેના રેપનારને અવશ્ય
For Private And Personal Use Only