________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩ ત્માને અશ્રધ્ધા અરૂચિ પૂર્વક એવા પ્રકારના યુગમાં પ્રવૃત્તિ નથી થતી, જેમ મયૂરને પિતાની જાતિ અને ધર્મને છોડીને અન્ય જાતિના ધર્મમાં કદાપિ પણ પ્રવૃત્તિ થતી નથી. ૨૪૧
વિવેચન –જે ભવ્યાત્માઓની પ્રવૃત્તિ સંગ એટલે મન વચન કાયાની શુદ્ધતા પૂર્વક જ્ઞાન, શ્રધ્ધા, મનમાં બહુ પ્રેમ, આદર લાવવા પૂર્વક આગમને અનુસારે યમ, વ્રત, નિયમ, આસન, પ્રત્યાહાર વિગેરે પેગ માર્ગમાં સમ્યગુ રીતે ક્રિયા કરવા રૂપ સમાચારી કરવામાં પ્રવૃત્તિ રહે છે, પરંતુ શ્રેષ, મેદ, અશ્રધ્ધા કે અન્ય લોકોને છેતરવા માટે બહારથી પ્રવૃત્તિ નથી હોતી, તે ભવ્યાત્માઓને અરિહંત પરમાત્મા વીતરાગના ઉપદેશેલા આગમ તથા આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પુરૂ–પરમ ગુરૂએ પ્રત્યે ભક્તિ આદર અને શ્રધ્ધા હોય છે. તેથી અપૂર્વ સાગને આરંભ તે ભાને હોય છે. પણ તેવી ઉત્તમ ક્રિયા કરનારા પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિ કદાપિ પણ થતી નથી. તેમાં વિરૂદ્ધ વચનની ઉપમાના દષ્ટાંત વડે જણાવતાં કહે છે કે જેમ મયૂર જાતિવંત પ્રાણી હોવાથી તે જાતિના ધર્મ રૂપ આચરણને છોડી દઈને તેનાથી વિરૂદ્ધ જાતિવાલા ધર્મને કદાપિ નથી આચરતે. એટલે મારા પિતાના સહજ-જાતિય ધર્મ સ્વભાવ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે અથવા શરીરથી મૈથુન કરતું નથી. તે જ તેને સહજ જતિ સ્વભાવ છે. તેથી તે કુજાતવાલાની ક્રિયાને નથી કરતે, તેમ તે ભવ્યાત્મા સહજ ભાવે ધર્મની શ્રધ્ધા વડે આગમને અનુસારે પ્રેમ આદર પૂર્વક પ્રવૃત્તિ કરે છે. ૨૪૧
For Private And Personal Use Only