________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૯ મોક્ષ માટે થાય. આમ તે સિદ્ધિ છેવટે મોક્ષના ફલને આપનાર હોય. આ પ્રમાણે પૂર્વે થયેલી સિદ્ધિ અન્ય સિદ્ધિઓની પરંપરાને સંગ સંબંધ કરાવી આપે તે જ સાધ્વી સત્ય સંબંધવાલી એકાંત નિશ્ચયથી હિત કરનારી સિદ્ધિ જાણવી. પરંતુ તેમાં પતનને સંભવ ન હોવો જોઈએ. એટલે પરંપરાએ પણ કદાપિ પાડવાના સ્વરૂપવાલી તે સિદ્ધિ-શક્તિ ન હોય તે સારી સિદિધથી આત્મા તેમજ તેના સ્વરૂપને બંધ થાય છે તથા તે સ્વરૂપને યથાસ્વરૂપે બેધ આપનારા સદ્દગુરૂને સંબંધ, ધર્મને બેધ અને શ્રદ્ધા તથા ચારિત્રના સ્વરૂપની પ્રાપ્તિના ચિન્હની પ્રતીતિ એટલે સત્ય જ્ઞાન–અનુભવ જેથી થાય તેવી સિદ્ધિને જ એકાંતથી નિશ્ચય પૂર્વકની સિધિઓ જાણવી. કારણ કે આત્માને સદ્દગુર અને દેવાધિદેવ વીતરાગ તથા ધર્મના લક્ષણને યથાસ્વરૂપે જે બંધ થાય, તે જ ઉત્તરોત્તર જ્ઞાન, દર્શન, ચારિત્ર, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિને જે પ્રત્યય અન્ય મોક્ષાદિક સિદ્ધિઓ માટે સફળ હેતુઓ એટલે આવશ્યક ઉપાદાન કારણ બને છે. ૨૩૫
હવે એ વાતનું સમર્થન કરતાં પૂજ્ય જણાવે છે – न ह्यपायान्तरोपेय-मुपायान्तरतोऽपि हि ।। हाठिकानामपि यत-स्तत्प्रत्ययपरो मवेत् ॥२३६।।
અર્થ:–જે જે સિદ્ધિઓ જે જે ઉપાયથી પ્રાપ્ત થવા ચોગ્ય હોય તેથી અન્ય ઉપાયથી અનેક પ્રકારની હઠ કરવા છતાં પણ પ્રાપ્ત થતી નથી, માટે તે આત્માદિકના પ્રત્યયમાં પરાયણ થવાની અવશ્ય જરૂર છે. ૨૩૬
For Private And Personal Use Only