________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
કારણે થાય છે, જે સિદ્ધિ પતનના કારણથી સંબંધિત થયેલી હોય તેને તત્વથી પાત એટલે પતન કહેવાય છે. ૨૩૪
વિવેચન –જે સિદ્ધિઓ એટલે આત્માની શક્તિ વિશેષ કે જે છેવટનું સાધ્ય મેક્ષ છે ત્યાં સુધીની વચમાં રહેલી અવાંતર (બીજ) સિદ્ધિઓને પ્રાપ્ત કરવામાં નિમિત્ત કે ઉપાદાન ભાવે કારણ બનીને સંબંધ કરાવી આપે, તેને જ વસ્તુત: સિદ્ધિ કહેવાય. પરંતુ જે સિદ્ધિઓ મોક્ષ માર્ગના કારણ રૂપ ન થાય એટલે સમ્યગૂ દર્શન જ્ઞાન અને ઉત્તરોત્તર ચારિત્ર ગુણ રૂપ સિદ્ધિઓ માટે ઉપાદાન કારણનો સંબંધ ન ધારણ કરે તે આત્માને ગુણથી અવશ્ય પાડવામાં નિમિત્ત ભાવ કે ઉપાદાન ભાવ રૂપે કારણે થાય જ છે. કારણ કે જે સિદ્ધિઓ પડવાના કારણેમાં સંબંધ ધરાવતી હોય છે તે વાસ્તવિક રીતે પાત જ એટલે પતન કહેવાય છે. જો કે સિધિઓ પડવામાં નિમિત્ત ભૂત નથી તે પણ તે સિદ્ધિ સાથે રહેલા પડવાના કારણેની શક્તિથી યુક્ત પ્રાપ્ત થયેલી સિધિઓ પણ પરમ દષ્ટિથી વિચારતા તત્વ જ્ઞાનીઓની અનુમતિ પ્રમાણે પતન કહેવાય છેજેમ કેઈક વર્તમાન કાળે પુત્ર, પૌત્રાદિ સંતાન ન હવા છતાં પણ ભાવમાં થતારા પુત્રાદિને પણ પિતા કહેવાય છે. તેમ જે પુરૂષ વર્તમાન કાળમાં તેને મળેલી સિદ્ધિ વડે દષ્ટ આચરણમાં નથી પડયે, પણ તે તે સિધિઓ ભવિષ્યમાં પતનના હિતુ ભૂત ભાવનાથી યુક્ત જે કાંઈક અંશે હોય, તે તે શક્તિ રૂપ સિધ્ધિઓ પતન જ કહેવાય. તેથી યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ, સમાધિ
For Private And Personal Use Only