________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫
છે, કારણકે તે વડે માક્ષરૂપ ઈચ્છિત ફલની પ્રાપ્ત થાય છે. ૨૩૨
હવે તે ઈષ્ટ વસ્તુઓની સિદ્ધતા બતાવતા જણાવે
सिध्यन्तरस्य सदबीजं, या सा सिद्धिरिहोच्यते । ऐकान्तिक्यन्यथा नैव, पातशक्त्यनुवेधतः ॥२३३॥
અર્થ:–જેનાથી ઉત્તરોત્તર ગુણની સિદ્ધિઓની પ્રાપ્તિમાં હેતુ રૂપ બીજ થાય, તેવી શક્તિઓને અહિં સિદ્ધિઓ કહેલી છે, એટલે નિશ્ચય એકાંતથી સિદ્ધિઓ કહેલી છે. પણ જે સિદ્ધિઓથી આત્માનું પતન થાય તે અત્ર સિદ્ધિ નથી કહેવાતી. ૨૩૩
વિવેચન –સિદ્ધિ એટલે અંતર વિના લાગતાગટ ફળવાલી કે જેથી નવા નવા ફલરૂપ આત્માના શ્રેષ્ટતર ગુણેને કમે કમે પ્રાપ્તિ કરાવે, અર્થાત્ સત્કલથી અવધ્ય હોય તેવા ઉત્તમ ફલમાં જે પૂર્વની સિદ્ધિઓ ઉપાદાન કારણ રૂપ સબીજ રૂપે હોય, તેને જ વિદ્વાન પુરૂએ એટલે યેગશાસ્ત્રમાં પૂર્ણ વિશારદ છે તેઓએ સિદ્ધિ કહેલી છે. પરંતુ જે બાહ્ય ચમત્કારિક સિદ્ધિઓ હોય તે આત્માને ચારિત્રાદિ ઉત્તમ ગુરૂપ અન્ય સિદ્ધિઓમાં ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ ન થતી હોય એટલે આત્મગુણણિમાં બીજભૂત ન થતી હોય તેમને અહિં પૂજ્ય આચાર્યો સિદ્ધિઓ તરીકે નથી સ્વીકારતા. તેથી જે એકાંત નિશ્ચયતાપૂર્વક ઉત્તરોત્તર આત્માના ગુણને પ્રાપ્ત કરાવે તેને સિદ્ધિ કહેવાય છે. તેથી અન્ય અસિદ્ધ૨૫
For Private And Personal Use Only