________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
અને આત્માના ઉલ્લાસની પ્રથમ આવશ્યકતા છે. ૨૨૯
તે માટે સિદ્ધાંત-શાસ્ત્રો ઉપર આદર કર તે જણાવે છે –
शास्त्रे भक्तिर्जगद्वन्द्यै-मुक्तेदंती परोदिता । अत्रैवेयमतो न्याय्या, तत्माप्त्यासन्नभावतः ॥२३०॥
અર્થ:–શાસ્ત્ર ઉપર જે ભક્તિ તે મુક્તિની મહાન હતી છે. તેથી શાસ્ત્રો ઉપર પરમ ભક્તિ રાખવી તે યથાર્થ ન્યાયજ છે, તેજ ભક્તિ જીવેને મુક્તિ તરફ પ્રવૃત્તિ જલ્દી કરાવે છે એમ જગતમાં પૂજ્ય ગુરૂદેવાએ જણાવ્યું છે. ૨૩૦
વિવેચન ––શાસ્ત્રો ઉપર જે ભકિત, આદર, સત્કાર, સન્માન થાય તેજ મુકિતરૂપ મહાન સૌભાગ્યવતી ભામિની જે કોઈને પરવશ નથી પણ પૂર્ણ સ્વતંત્ર છે, તેની સાથે આત્માને મેલાપ કરવા માટે મહાન સમર્થ હૃતિકા છે, એમ પરમ પૂજ્ય જગતને વંદનીય, પૂજનીય એવા તીર્થકર, ગણધર, પૂર્વધર, યુગપ્રધાન વિગેરે પરમ ગીતાર્થ પુરૂ
એ જણાવ્યું છે. તે કારણે શાસ્ત્ર, તેના ઉપદેશક અને પૂજ્ય ગુરૂવારે ઉપર ભક્તિ, પ્રેમ કર, આદર કરે તેજ ન્યાયયુક્ત છે. જે અલ્પ કાળમાં મુક્ત થવાના હોય તેને જ સાચી શાસ્ત્ર ભકિત પ્રગટે છે, પણ જે દીઘ કાલ સંસારમાં વસનારે હોય તેને શાસ્ત્ર, ગુરૂ અને દેવની ભક્તિ પ્રાપ્ત થતી નથી એટલે આવશ્યક એગ્ય છે તે ભકિતવડે આત્મા પૂર્ણ પવિત્ર થઈને જલદી મેક્ષાનંદને પ્રાપ્ત કરે છે એમ જગતના પૂજ્ય પરમગુરૂઓ આપણને જણાવે છે. ૨૩૦
For Private And Personal Use Only