________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઃ—જેમ અત્યંત મેલા કપડાને પાણી તથા સામુ શુદ્ધ મનાવે છે, તેમ કમ મેલથી મેલા થયેલા અ`તઃકરણને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે થતુ અનુષ્ઠાન પવિત્ર કરે છે એમ પડિત પૂજ્ય પુરૂષા જણાવે છે. ૨૨૯
વિવેચન—જેમ રજના તથા કાઢવના સંસર્ગથી અત્યંત મલીન થયેલા વસ્ત્રને ક્ષાર, સાબુ અને ઘણું પાણી શેાધી મેલ દૂર કરીને પવિત્ર મનાવે છે, તેવી જ રીતે આપણું અંત:કરણ ચિતાર્માણ કરતાં પણ બહુમૂલ્યવાલુ છે તેવા મનરૂપ રત્નને શાસ્ત્રોજ શુદ્ધ કરે છે. પરમાત્માના ઉપદેશ વડે પૂર્ણ અનુભવને પામેલા પૂજ્ય ગુરૂઓની નિશ્રામાં રહીને જે આત્મા સમ્યગ્ જ્ઞાનના અભ્યાસ અત્યંત આદરપૂર્વક કરવા છતા જગતના સર્વ પદાર્થોના સ્વરૂપને શાસ્ત્ર જ્ઞાના અનુભવ પ્રમાણે જાણે છે. તે આત્માને પુદ્ગલના વિવેક જાગવા વડે સંપૂર્ણ શુદ્ધ શ્રદ્ધા થાય છે, તેના યેાગે અપ્રમાદભાવે પાંચ મહાવ્રત, અષ્ટ માતારૂપ ગુણુવ્રત, સ્વપરના વિવેકરૂપ :શિક્ષાવ્રતને આદરતા, જપ, તપ, સ્વાધ્યાય તથા ધર્મધ્યાન વડે અનાદિ કાલથી આત્મા સાથે લાગેલા જ્ઞાનાવરણીય માહનીય આદિ કમમલને ધાતા મનને શુદ્ધ કરીને એટલે માહ માયા, મિથ્યાત્વને દૂર કરી આત્માને પવિત્ર કરે છે, તેમાં શાસ્રો મુખ્ય નિમિત્ત અને અપેક્ષાએ ઉપાદાન કારણ થાય છે, એમ સર્વ શાસ્ત્રના વિશારદ પંડિત પુરૂષા જણાવે છે. માટે શાસ્ત્ર અને તેના ઉપદેશ કરનારા પરમાત્મા તથા સુવિહિત પુજ્ય ગુરૂ પ્રત્યે પ્રેમ ભક્તિ, આદર, બહુમાન
પ્રવચન
For Private And Personal Use Only