________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯
यस्य त्वनादरः शास्त्रे, तस्य श्रद्धादयो गुणाः। उन्मत्तगुणतुल्यत्वा-न्न प्रशंसास्पदं सताम् ॥२२८॥
અર્થ:–જેએને પરમાત્માના કહેલા શાસ્ત્રો પ્રત્યે આદર નથી તેઓની શ્રદ્ધા વ્રત પચ્ચખાણ વિગેરે ગુણે ઉન્મત્ત માણસની જેમ અગ્ય હોવાથી સજન પુરૂષને વખાણવા યોગ્ય નથી. ર૨૮
- વિવેચનઃ—જે જીવાત્માઓની પરમાત્મા વીતરાગ સર્વજ્ઞ દેવે પ્રરૂપેલા, ગણધર, સ્થવિર, આચાર્યો અને ગીતાર્થ પૂજ્ય ગુરૂવારેએ ગુંથેલા શાસ્ત્રો આગમ પ્રકરણે નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા, ચૂર્ણિ વિગેરે સુવિહિત પરંપરાગત ગ્રંથ ઉપર શ્રદ્ધા અને આદર બહુમાન રૂપ પૂજ્ય બુદ્ધિ નથી તેઓની શ્રદ્ધા, સંવેગ (વૈરાગ્ય), નિર્વેદ (ભવભિતિ), તપ, જપ, અનુષ્ઠાન, કેશલેચ, આતાપનાદિક જે બાહ્ય ગુણે હોય તે ઉન્માદી એટલે દારૂના ઘેનમાં થતા પુરૂષાર્થ, શોર્ય, ઉદારતા, દાતારતા વિગેરે બકવાદ સમાન હેવાથી અથવા ભૂતગ્રહ શાકિની, ડાકિનીના પ્રવેશથી થતી અસંબંધ ક્રિયા જેવી હોવાથી નકામી છે. તેથી વસ્તુ સ્વરૂપના યથાર્થ બેધવત વિવેકી સજજન પુરૂષોને વખાણવા યંગ્ય નથી હતી. ૨૨
એવું શા માટે કહે છે ? તેને ઉત્તર આપતા પૂજ્ય શ્રી જણાવે છે – मलीनस्य यथात्यन्तं, जलं वस्त्रस्य शोधनम् । अन्तःकरणरत्नस्य, तथा शारखं विदुः बुधाः ॥२२९॥
For Private And Personal Use Only