________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫
કારણ છે, શાસ્ત્ર તેજ સર્વ વસ્તુનું યથાર્થ દન કરવા માટે આંખા છે, ટુંકાણમાં કહીએ તે શાસ્ત્ર-આગમ જ સર્વ ઇચ્છિત વસ્તુને પ્રાપ્ત કરવા માટે મહાન સાધન છે. ૨૨૫
વિવેચનઃ—પાપ રૂપ જે ભાવ રાગની પીડા ભવ્યા ત્માને થાય છે, તેનો નાશ કરવામાં શાસ્ત્ર ભાવ ઔષધ રૂપ થાય છે, એટલે શાસ્ત્રના અભ્યાસથી સદ્ વિવેક થતાં યથાપ્રવૃતિ, અપૂર્વકરણ આદિ ક્રિયાથી સમ્યગ્ દર્શન રૂપ શક્તિ આત્મામાં પ્રગટે છે. તેથી અર્ધો પુદ્ગલ પરાવનથી અધિક સંસારના ભ્રમણનો નાશ કરે છે. તેમજ શાસ્ત્ર જ પુન્યનું કારણ થાય છે એટલે આત્માને પવિત્ર કરે છે. શાસ્ત્ર તેજ પારમાર્થિક પદાર્થોની ગવેષણા કરવામાં સાચી ચક્ષુ છે, આ કારણથી આત્માને ઇષ્ટ જે જે હોય તે શાસ્રની સહાયતાથી પ્રાપ્ત થાય છે. એટલે પરમ મોક્ષ સુખ તેજ સ`માં ઈષ્ટ વસ્તુ છે, તેની સિદ્ધિ પણ શાસ્ત્રથી થાય છે. જે શાસ્ત્રો સર્વ ઈષ્ટ વસ્તુના સાધક થાય છે, તે શાસ્ત્રો સજ્ઞ વીતરાગ પ્રણીત જ સમજવા. તેમાંજ આપ્તતા વિશ્વાસ તેમના વચનમાં રહેલા છે, અન્યના વચનમાં વિશ્વાસ રાખવા ચેગ્ય નથી. કારણ કે અન્ય શાસ્ત્રો જીવાક્રિક પારમાર્થિક વસ્તુને યથા સ્વરૂપે કહેતા નથી, તેઓના પ્રતિપાદન કરેલા તર્કની વિચારણા સહન કરી શકતા નથી. માટે વીતરાગ દેવ સજ્ઞોના વચન ભય રોગના કારણેા તથા તે રોગમે ભૂલથી નાશ કરવાના ઉપાય જણાવે રે, તેથી તે જ સત્ય છે. તે પારમાર્થિક શસ્ત્રોના અભ્યાસ કલ્યાણુ એટલે સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરમ સુખના કારણુ
For Private And Personal Use Only