________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७४
ર્યો છે. તેથી તે શાસ્ત્રોમાં ધર્મના અથી એટલે મેાક્ષના અભિલાષી આત્માઓએ શ્વાસને જાણુવાનો, તેની આજ્ઞા પ્રમાણે ચાલવાનો, શાસ્ત્ર ઉપર પૂજ્ય ભાવે આદર સત્કાર કરવાનો યત્ન અવશ્ય કરવા. જેએ એવી રીતે શાસ્ત્રમાં દર ભક્તિ કરનારા છે, તેઆનો ઉત્સાહ વધારવા તેઓની પ્રશંસા કરવી, સત્કાર કરવા તે સર્વધર્માનુષ્ઠાનની ક્રિયા અવશ્ય વખાણવા ચેગ્ય છે. કારણ કે આ માહ, માયા, અજ્ઞાન, મિથ્યાત્વ રૂપ અંધારામાં જગતના જીવાનો સ સમુદાય પ્રાય: મેહમાં મુંઝાઇ ગયા છે, તેથી કરવા યેાગ્ય કે ન કરવા યાગ્ય કાર્યના વિવેક-વિચાર પ્રાય: તને નથો જાગેલા. તેથી તેમના મેહ અજ્ઞાન રૂપ અંધકાર દૂર કરવાને, સવિવેક જગાડવાને વીતરાગ દેવથી ઉપદેશ કરાયેલા સમ્યગ્ શાસ્ત્રો દીપક સમાન છે. તેના સબધથી જીવામાં રહેલા અજ્ઞાનને દૂર કરી સદ્દવિવેક જ્ઞાન રૂપ પ્રકાશ તે શાસ્ત્રના અભ્યાસથી થાય છે. તે જ્ઞાન પ્રકાશથી જીવ, અજીવ, પુન્ય, પાપ વિગેરેનું જ્ઞાન થવાથી જીવા પરલેાક માટે ધમની આરાધના ક્રિયા–અનુષ્ઠાન કરી શકે માટે ધર્મના ઉપદેશની અથવા ઉપદેશ શાસ્ત્રોની જીવા માટે અવશ્ય જરૂર છે. ૨૨૪
હવે શાસ્ત્રની સ્તુતિ કરતાં જણાવે છે:— पापामयौषधं शास्त्रं, शास्त्रं पुन्यनिबन्धनम् । चक्षुः सर्वत्रगं शास्त्रं, शास्त्रं सर्वार्थसाधनम् ॥२२५॥
અથ શાસ્ત્રજ પાપ રૂપ રાગના નાશ કરવા માટે સાચું ઔષધ છે, શાસ્ત્ર તેજ પુન્ય અને મેાક્ષનું
For Private And Personal Use Only