________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૯ પ્રવૃત્તિવાલા હોય, પણ અત્યંત ઉત્સુકતા ન હોય, તેવી રીતે યમ નિયમ પાળે તે ત્રીજુ અનુષ્ઠાન જાણવું. ૨૧૪
વિવેચન –હવે ત્રીજુ અનુષ્ઠાન જણાવતાં પૂજ્ય કહે છે કે યમ એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અકિ. ચનતા રૂપ પાંચ વ્રત અને આહારાદિકની શુદ્ધતા રૂપ શૌચાદિ નિયમમાં સારી રીતે વર્તે છે, તેમજ તે યમ નિયમ તત્વ સંવેદન રૂપ જીવાજીવપુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ વિગેરે તેના યથા સ્વરૂપે સમ્યગૂ જ્ઞાન અને શ્રધ્ધા યુક્ત હોવાથી મોક્ષ માર્ગનું અનુયાયિત્વ છે, તે સમ્યગૂ જ્ઞાનથી યુક્ત વ્રત નિયમવંત આત્મા થતું હોવાથી પ્રશાંત વૃત્તિ એટલે કામ, ક્રોધ, માન, માયા, લેભ, ઈર્ષ્યા વિગેરે ના વિકારની શાંતિ તથા ઇંદ્રિયની લાલચને રોધ કરતા હોવાથી ચિત્તની પ્રશાં. તતા આવે છે. તે જ કારણે દરેક કાર્યમાં અત્યંત ચંચ. લતા નથી હોતી, તેથી શાંત ચિત્તથી મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા થાય છે. કારણ કે જ્યાં ચિત્તની અશાંતતા હોય એટલે મન વચન કાયાની ચંચલતા હોય, ત્યાં અનેક દોષ (અતિચાર) પામવાને અવકાશ હોય છે. માટે ચંચલતા છેડીને મોક્ષ માર્ગ રૂપ ધર્મમાં પ્રવૃત્તિ કરવી. ૨૧૪
હવે તે ત્રણ અનુષ્ઠાન કરવાથી જે ફળ થાય છે તે જણાવે છે –
आद्यान्न दोषविगम-स्तमो बाहुल्ययोगतः। तद्योग्यजन्मसन्धान-मत एके प्रचक्षते ॥२१५॥
For Private And Personal Use Only