________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૦ વિચારણુ મનમાં થાય છે, તે વિદ્યમાન હોવાથી વીર્યંતરાયને ક્ષપશમ ભાવ થાય છે, તેના ગે અપૂર્વ વીર્યને ઉલ્લાસ પ્રગટવાથી સમ્યગ શ્રદ્ધાની પ્રભા રત્નકાંતિની જેમ પ્રગટે છે. અને ઉત્તમ કિયા અનુષ્ઠાનમાં એવી ભાવની અપૂર્વ સ્થિરતા પ્રગટે છે, તેના બલથી શુદ્ધ અંત:કરણવાળાને ભવાભિનંદીપણું અને ઈર્ષ્યા શ્રેષ, કામાભિલાષ, માયા, કપટ વિગેરે ક્ષુદ્રતાવાલા દે નાશ પામે છે. આત્મ ભાવની શુદ્ધિવાલી સ્થિરતા પ્રાપ્ત થાય છે. ને તેથી તેવા ભવ્યા ત્માને ગુરૂ ભક્તિ, પરમેશ્વરની પૂજા, ગુરૂ વિનય, સેવા ભક્તિ કરવી અને ગુરૂની પાસે ધર્મ શાસ્ત્ર સાંભળવું. સામાયિક, પૌષધ, દેશ વિરતિ, ચારિત્ર વ્રત તથા સર્વ વિરતિ પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતાનું પાલન, સંયમ ચારિત્રને પાલવા રૂપ અનવદ્ય-પાપ વિનાની શુદ્ધ અનુષ્ઠાન રૂપ ક્રિયા સર્વદા થાય છે. કારણ કે ગ્રંથી ભેદથી મિથ્યાત્વ રૂપ અજ્ઞાનમય અનાદિને દોષ નષ્ટ થવાથી, શુદ્ધ સમ્યકુત્વ ભાવમય શુદ્ધ તત્વની વિચારણા રૂપ ઉહા પ્રગટે છે, તે સમ્યગૂ ધર્મ શાસ્ત્રોના શ્રવણ સાથે તપ, જપ, યમ, નિયમ, પવિત્રતા, બ્રહ્મચર્ય વિગેરે હોવાથી સફલ જ છે પણ નિષ્ફલ નથી. એવી રીતે સાચો ઉહા અને તે વડે સમ્યગુ દર્શન, જ્ઞાનમય અપહ–અનુભવ રૂપ નિશ્ચય જ્ઞાન શુદ્ધ અનુષ્ઠાનવાલા થતા હોવાથી સફલ છે. એમ નિશ્ચય ભાવે સિદ્ધ થયું, અને તેથી તમોએ કરેલે આક્ષેપ દૂર થાય છે એમ જાણવું. ૨૦૮
આ વાત અનુષ્ઠાનના અધિકારને જણાવતાં કહે છે –
For Private And Personal Use Only