________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૯ શકતે, આમ હોવાથી ઉહા કેવી રીતે સંભવે? આવી વાદીની શંકા છે. તેને ઉત્તર આપતાં પૂજ્ય જણાવે છે કે, જેને ગ્રંથો ભેદ થયે છે તેવા સમ્યત્વવંત આત્મા અનંતાનુબંધી કષાયનું ચતુષ્ક નષ્ટ કર્યું છતે, વિમલ મન જેનું થયેલ છે તેવા આત્માને પણ તીવ્ર કર્મ પ્રકૃતિઓના ઉદયને વિરહ થયે છે, તે કારણે તે આત્માએ ઉપરથી પ્રકૃતિને અધિકાર દૂર થયેલ છે. તેથી સંસારમાં રહેલા આત્માને પ્રકૃતિની નિવૃત્તિ રૂપ કષાયના અભાવમય એટલે રાગ દ્વેષની નિવૃત્તિ મય ધર્મને પામવા રૂપ વિચારમય ઉહા ઘટે છે, તે માત્ર નિવૃત્તિ ધર્મને પ્રાપ્ત કરવા રૂપ પરમ બ્રહ્મમાં સ્થિરતા રૂપ ઉહા–તમય વિચારણા સહજ ભાવે સંભવે છે. ૨૦૭
તે કારણે सति चास्मिन्स्फुरद्रत्न-कल्पे सत्त्वोल्बणत्वतः । मावस्तमित्यतः शुद्ध-मनुष्ठानं सदैव हि ॥२०८।।
અર્થ:–આમ ઉહા થયે છતે દેદીપ્યમાન રત્ન સમાન સવને વિકાશ થાય છે અને તે થયે છતે નિત્ય શુદ્ધ અનુષ્ઠાન બને છે. ૨૦૮
વિવેચન –જેમ શુદ્ધ જાતિમાન પદ્મરાગ પારિજાત રત્નમણિ પિતાના સહજ ગુણેથી દશે દિશામાં દેદીપ્યમાન સુંદર પ્રકાશને વિસ્તાર ફેલાવે છે, તેમ અપુનબંધક આત્માને ગ્રંથીને ભેદ થતાં જે વિશુદ્ધ ઉડા–તક વા
For Private And Personal Use Only