________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
તેમજ સામાન્ય લેકમાં પણ એ વ્યવહાર દેખાય છે. સ્વ. રૂપની પ્રાપ્તિમાં કે અન્ય રૂપની પ્રાપ્તિમાં તેવા તેવા પ્રકારના જુદા જુદા હેતુઓને સંબંધ થતું હોવાથી તેવા તેવા ફલની પણ વિચિત્રતા થાય છે એમ જાણવું. ૧૯૮
- વિવેચનઃ–સ્યાવાદ દર્શનના વિધિના સિદ્ધાંતિક મતે પ્રમાણે વિચારતાં પણ સર્વ દ્રવ્યમાં ગુણ પર્યાયે રૂપ સર્વ અર્થોની પ્રાપ્તિ જેન સિદ્ધાંતમાં પ્રગટ કરીને કહેલા સ્યાદ્વાદ સ્વભાવને અનુસારે જ સિદ્ધ થાય છે. તેમાં જરા પણ વિધ નથી આવતું, એમને પણ જ્યાં એકાંત જાતને સ્વીકાર હોય ત્યાં વિરોધ પણ કથંચિત્ હોય છે જ, આત્મામાં અનાદિ કાલથી લાગેલા મલરૂપ કર્મો એજ, પ્રકૃતિ વા માયાના ભિન્ન ભિન્ન રૂપ જાણવા, અને જીવાત્માની સાથે રજમેલ કનકની જેમ સિદ્ધ છે. હવે તેવી રીતે પ્રકૃતિ (કમને સંબંધ સિદ્ધ હોવાથી) તેનાથી વિરૂદ્ધ ઈશ્વરને જગતની વિચિત્રતાને હેતુ માનીએ તે સર્વ અર્થની પ્રાપ્તિ એટલે વસ્તુતત્વની સમજણમાં વિરોધ આવે છે, તે પૂર્વે દેખાડયું છે. તેવી જ રીતે બીજા હેતુઓ પણ જણાવે છે. સામાન્ય લોકો પણ સ્યાદવાદ શાસ્ત્રોમાં જગતનાં વિચિત્ર કારણે જે કહ્યાં છે. તેને જ સ્વીકાર પિતાની ભાષામાં કરે છે. જેમકે માટી ઘરનું ઉપાદાન કારણ છે તેમ અન્ય ચક્ર, ચિવર, દંડ વિગેરે ઉપકરણે નિમિત્તે કારણે છે. તેઓના સહકારથી ઉપાદાન કારણ રૂપ માટી ઘટ રૂપ પયયને પામે છે. તેમાં ઘટ કાર્યમાં ઉપાદાન રૂપ માટી અભેદ ઉપાદાન તથા બીજા અન્ય નિમિત્તે કારણે કંચિત્ ભેદભેદ રૂપે,
For Private And Personal Use Only