________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩ તેમાં રસના પરિણામ, ગંધના પર્યાય રૂ૫ (રંગ) પર્યાય જુદા જુદા છે, તે પણ એક ફળ રૂપ વ્યક્તિની અપેક્ષાએ એક ગણાય છે. તેમ આત્માના ચિતન્ય રૂપ પર્યાયે એક છતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્રિયારૂપ પર્યાયે ભિન્ન ભિન્ન અનુભવાતા છતાં એક દ્રવ્યને આધારે થતા હોવાથી સર્વનું એકત્વ પણ અપેક્ષાએ ગણાય છે. તે કેવી રીતે થાય ? તે જણાવે છે કે કાલાદિ એટલે કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરૂષાર્થ એ પાંચ કારણે સર્વ કાર્યોમાં નિમિત્ત કે ઉપાદાને કારણે છે, તેજ જગતના કાર્યો કરનારા થાય છે. તે કારણમાં જેટલા અંશે વિરૂપપણું હોય, તેવા પ્રકારે કાર્યોની પણ વિચિત્રતા થાય છે તેવી રીતે જ પાંચ કારણની પણ વિચિત્રતા જેના પરિણામની વિચિત્રતાના કારણે થાય છે. તેથી આત્મામાં તે કના વિપાકના ઉદય આવે તે સુખ વા દુઃખ ભેગવવા ગ્ય શરીર, ઈદ્રિયે, તથા તેવા પ્રકારના સ્થાન વિગેરેનું પરિણામ અનુપચરિત ભાવ (ઉપચાર વિના) જ થાય છે. પરંતુ તેમાં ઈશ્વર આદિને ઉપકાર કે અપકાર થતું હોય તેવું કઈ અનુભવમાં આવતું નથી. તે વાતનું પૂર્વે ન્યાયની યુક્તિથી ખંડન કરેલું છે તે વિચારવું. ૧૯૭ આ વાતનું સમર્થન કરતાં જણાવે છે –
विरोधिन्यपि चैवं स्यात, तथा लोकेऽपि दृश्यते । स्वरूपेतरहेतुभ्यां, भेदादेः फलचित्रता ॥१९८॥
અર્થ જૈન મતથી વિરોધ રાખનારાઓના મત પ્રમાણે પણ એવી રીતે સર્વ પદાર્થોની પ્રાપ્તિ સંભવે છે,
For Private And Personal Use Only