________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિને વિયેગ થવાથી મેક્ષાવસ્થા પ્રાપ્ત થાય છે એમ જાણવું. ૧૯૬
વિધિમાદા, ન તો વિશ્વના तद्भिन्नं यदभेदेऽपि, तत्कालादिविभेदतः ॥१९७॥
અર્થ:–આત્માની સાથે અનાદિ કાલની પરંપરાથી સ્વભાવિક રીતે સંસિદ્ધ એવા મેલ સિવાય સંસાર બંધનને હિતુ બીજો નથી. આત્માથી પ્રકૃતિને જે કે અભેદ જણાય છે છતાં પણ કાલાદિની અપેક્ષાથી ભેદરૂપે અનુભવાય છે, એટલે પ્રકૃતિથી ભિન્ન થતાં આત્માને મેક્ષ થાય છે. ૧૯૭
વિવેચનઃ આત્માની સાથે સાંસિદ્ધિતા એટલે સહજ સ્વભાવે અનાદિ કાલથી પરંપરાગત લાગેલા કર્મના મેલ રૂપ પ્રકૃતિને જે સંબંધ છે, તે જીવાત્માને કર્મબંધની રેગ્યતા રૂપ સ્વભાવથી જ છે એમ અવશ્ય જાણવું, અને આત્મા જ્યારે એવી ગ્યતાને ત્યાગ કરશે, ત્યારે કર્મ મેલને પણ ક્રમે ક્રમે ત્યાગ કરશે એ પણ સમ્યફ પ્રકારના જ્ઞાન વિવેક પૂર્વકના વિચારથી સમજાય છે. એપ પણ થવા શબ્દથી પક્ષાંતરનું સૂચકત્વ પણ જણાવ્યું છે. આ પ્રકૃતિ રૂપ હેતુથી અન્ય કઈ પણ હેતુ સંસારની રચનામાં કે સંસારના નાશમાં પ્રત્યક્ષ ભાવે દેખાતું નથી. કેટલાક સાંખ્ય, વેગ દર્શનકા, નયાયિક કે વૈશેષિકે સંસાર મુક્તિમાં ઈશ્વરના અનુગ્રહને હેતુ માને છે, અને કહે છે કે સંસારની જે વિચિત્રતા આપણે જોઈએ છીએ, તેમાં જીવ તથા અન્ય પદાર્થોના અનેક પ્રકારના જે પરિણામે આપણે જોઈએ છીએ,
For Private And Personal Use Only