________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
પરંપરાએ દુ:ખના ફલરૂપે જ થાય છે, તેથી રાગ દ્વેષ જેવુ ખીજ છે તેવા સંસાર સર્વ દુ:ખનું કારણ છે. આથી એમજ સમજવું કે જ્યાં જ્યાં સંસારના કારણરૂપ જે જે રાગદ્વેષમય અઢાર પ્રકારના પાપસ્થાનકા દ્વારા મન વચન કાયાથી થતી સર્વ ક્રિયા, સંસારના અનુબંધ એટલે કારણરૂપ જ જાણવી. અથવા ભવના કારણરૂપ સંસારના સુખ માટે કરાતી સર્વ ક્રિયા અનેક દુ:ખની પરપરા વધારનારી થાય છે, તેજ ભવનું ખીજ એટલે ઉપાદાન કારણુ છે એમ અવશ્ય ભવ્યાત્માઓએ વિચારવું જોઇએ. તે માટે જેમ યુવાન રસીક પુરૂષ દીવ્ય સંગીતને કરનારી સ્ત્રીમાં જેવા ભાવથી રસીક ખને છે, તેવા ભાવથી આત્મવિચારણામાં રસીક થવું. ૧૯૪
આમ વિચારવામાં કેવા અનુભવ આવે છે તે જણાવે
प्रकृतेर्भेदयोगेन, नासमो नाम आत्मनः । हेत्वभेदादिदं चारू, न्यायमुद्रानुसारतः || १९५॥
અર્થ :-પ્રકૃતિના ભેદથી આત્માની અસમાનતા પડતી નથી, પર ંતુ તેના હેતુ ( સ્વભાવ )નું અભેદપણું હોવાથી, આત્મસ્વરૂપની અભેદ્યતાજ છે. અને તે ન્યાયની મુદ્રાને અનુસારે જણાય જ છે, તેથી ઉત્તમ જ છે. ૧૯૫
વિવેચનઃ— સાંખ્ય દર્શનકારાએ પ્રકૃતિરૂપ માયાના સત્ત્વ, રજસૂ ને તમમ્ રૂપ ત્રણ ભેદ પાડયા છે. તેને જૈન સ્યાદવાદ સિદ્ધાંતના મત પ્રમાણે જ્ઞાનાવરણુ, દના
For Private And Personal Use Only