________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૧ વિવેચન – પૂર્વે બાંધેલા શાતા વેદનીય શુભ કર્મના ઉદય વડે પાંચ ઈઢિઓના અનુકુલ વિષયભેગમાં રહેલા ઈ, ચંદ્ર, ચક્રવર્તિ, વાસુદેવ અને અન્ય પુન્યવંતે બાહ્ય સુખથી આ લોકમાં ધન્યવાદને પાત્ર ગણાય છે. બાલજી તેવા સુખની નિત્ય ઈચ્છા રાખે છે. અને માને છે કે એવા સુખે અને કયારે મળે છે પરંતુ એ સુખ ક્ષણિક છે, અમુક સમય પછી નાશ પામનાર છે, તેમ પારમાર્થિક દષ્ટિવંતે માને છે. તેવી જ રીતે આવા પુન્યવંત આત્મા કરતાં પુન્યાનુબંધી પુન્યવંત કે જેમને પારમાર્થિક સમ્યગૂજ્ઞાન થયેલ હોવાથી, સમગ્ર ભેગીઓ જેઓ બાહ્ય સુખથી પિતાને સુખી માને છે. તેના કરતા અનંતગણું સુખ સાચા અનુભવ જ્ઞાનવંતને હોય છે, કારણ કે ઈદ્રિય સુખને ત્યાગ કરી, કષાયરૂપ ક્રોધ, માન, માયા, લેભ ને મદ છોડીને રાજ, તામસુ, પ્રકૃતિને ત્યાગ કરી પ્રશમ રસમય શાંત ભાવે આત્મામાં સ્થિરતા લાવીને, વિષયના વિચારીને જ્ઞાન વડે ઉપશમાવીને ઉપશમ રસમાં ઝીલવા છતાં, અનેક વિચિત્ર પ્રકૃતિવાલા જીવાત્માઓ પ્રત્યે ઉદાર ભાવે રહે છે. સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરતા, મિત્રી પ્રભેદ કરૂણા અને માધ્યસ્થ ભાવ વડે ઉદાત્ત પ્રકૃતિવંત આત્માએથી જે જે શુભ અનુષ્ઠાન થાય તે તે અનંતગણો લાભ આપનારૂં થાય છે. તેથી શુદ્ધ અનુષ્ઠાન જે એકાગ્ર ભાવે થાય તે અહિં પણ ભેગી આત્માઓ કરતાં અનંતગણે આનંદ આત્મા અનુભવે છે. તેથી સર્વ ધન્યવાદ કરતા અનંતગણે ધન્યવાદ તેઓને જ ઘટે છે તેમ જાણવું ૧૨
૨૧
For Private And Personal Use Only