________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬ ને તે પ્રત્યે દેટ મૂકાવે છે. અને અંતે થકવીને નિરાશ કરે છે. એમ મિથ્યાત્વવંત અજ્ઞાનીઓ તથા બાહ્ય ભાવે ધમી હોવા છતાં પણ અંતરમાં ભેગ સુખની ઇચ્છાવાલા હોવાથી, પાણીની બ્રાંતિવાલા મૃગની પેઠે સુખના સાધન મનાતા પુટ્ટગલમય પદાર્થો માટે વલખાં મારે છે. અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન વડે અનંત સંસારના હેતુમય પાપકર્મને મેળવીને દુઃખી થાય છે. એટલે જે પુશાલી આત્મા શાંત અને ઉદાત્ત એટલે ઉંચા આશયવાલા હોય છે, તે ભેગની લાલસા વિનાના હોવાથી અનુકુલ ધન, ધાન્ય, સ્વજન, પરિવાર, સત્તા, સૌભાગ્યાદિ ભેગે ભેગવે છે. છતાં પણ તેમને અનિત્ય અને અસાર જાણે છે, તેમાં રાચતા નથી. અને અપુન્યાત્માઓને વિષયમાં તીવ્ર વાંછા હોવાથી અનેક જીવહિંસા, ચેરી, અસત્ય, વ્યભિચાર, ચામડી, ચુગલી, લુંટ વિગેરે પાપને કરતાં છતાં જરા પણ સુખને પામતા નથી, પણ દુઃખની જ પરંપરાને પામે છે. અહિં સાર એ જ છે કે મરૂ મરીચિકા એટલે મરૂદેશની ઉજંડ, રેતાલ ભૂમિમાં રખડતા મૃગલાને પાણીથી ભરેલી નદીના પ્રવાહની ભ્રાંતિ થાય છે. તેમ પુદુંગલના ભેગી અને ભેગની પ્રાપ્તિ માટે ધર્મ કરનારા ધાર્મિકેને બાહ્યા ભાવથી દેખાતા ધન, ધાન્યરૂપ રંગવાલા, સ્ત્રી સ્વજન સત્તા વિગેરે સાધન રૂપ વસ્તુઓમાં જે સુખની વાસના અનાદિ કાલીન બંધાઈ છે, તે પણ મિથ્યા વિક૯૫ મય ભ્રાંતિ જ છે. વાસ્તવિક દુ:ખનું જ નિદાન છે. તેમાં જે સુખનું ખોટું જ્ઞાન થાય છે, તે તે માત્ર પિતાની આજ્ઞાનવાસનામય બુદ્ધિરૂપ શિપિઓ ઉત્પન્ન કરેલ વિકલ્પરૂપ બ્રાંતિ
For Private And Personal Use Only